Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિગ્જામ મીલ- મહાકાળી મંદિર વચ્ચેના સર્કલના નિર્માણની દરખાસ્ત
જામનગર તા. ૦૨: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રૂ।. ૯.૫૮ કરોડના ખર્ચને બહાલી અપાઈ છે. તે પૈકી રૂ।. ૪૮.૦૭ લાખના ખર્ચે ખરીદી થશે. જયારે દિગ્જામ મીલથી મહાકાળી મંદિર વચ્ચેના સર્કલના નિર્માણ કરવાની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો છે.
જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં કુલ રૂપિયા ૯ કરોડ ૫૮ લાખની રકમના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
આજે તા. ૦૨-૦૩-૨૦૨૬ના સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ ૧૧ સભ્યો ઉપરાંત ડે. મેયર કિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન.મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર (વ.) મુકેશ વરણવા, ઇચા. આસી. કમિશનર ( ટેક્ષ) જીજ્ઞેશ નિર્મલ વગેરે હાજર રહૃાા હતા.
શહેરની ભુગર્ભ બોક્સ ગટરની સફાઈ કામગીરી માટે પાવર બકેટ મશીન દ્વારા સફાઈ કરવાના કામ અંગે રૂ. ૨૪.૩૧ લાખ, જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા હસ્તકના યુપીએચસીની વિવિધ કામગીરી માટે મારૂતી ઈકો વાહન ૬ નંગ ભાડેથી સપ્લાય કરવાના કામ અંગે રૂ. ૧૮.૦૯ લાખ, સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યુ સુધી ફલાયઓવર બ્રીજ બનાવવાના કામે ટેન્ડર કલોઝ તથા રાજય સરકારના જી.આર. મુજબ સ્ટાર રેઈટ, જી.એસ.ટી. ડીફરન્સ અને પ્રાઈઝ એસ્કેલેશન અંગે રૂ।. ૫૯૩.૮૨ લાખનું ખર્ચ મંજૂર કરાયુ છે.
જામનગર શહેરના દિગ્જામ મીલ તથા મહાકાળી મંદિર વચ્ચે આવેલ સર્કલનું નિર્માણ કરવાના અંગ ૨જુ થયેલ દરખાસ્ત અન્વયે દરખાસ્તની વિગતે સૈદ્ધાંતિક સ્વીકાર ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરાયું હતું.
પ્રોવાઈડીંગ એન્ડ સપ્લાઇંગ ઓફ ૧૦૦ એમ.એમ.ડાયા થી ૯૦૦ એમ.એમ.ડાયા સુધી સી.આઈ. સ્લુઝ વાલ્વઝ ફોર વોટર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઈન જામનગર સીટી એરીયાના કામ અંગે રૂ. ૭૯.૭૪ લાખ, શહેર ઝોન-૧માં જુદી-જુદી જગ્યા એ ડી.આઈ. પાઈપ લાઈન નાખવાના મજુરી કામ અંગે રૂ।. ૭૮.૦૫ લાખ, વોર્ડ નં. ૧૧ લાલવાડી વિસ્તાર સંસ્કારધામ સોસાયટી, શિતવન સોસાયટી, ગીરીરાજ સોસાયટી શેરી નં. ૪, મહાપ્રભુજી બેઠક પાછળ શ્રીજી સોસાયટી તથા વૃજ વલ્લભભાઈ સોસાયટીની આંતરિક શેરીઓમાં સી.સી. રોડના કામે વધારાના કામ માટે રૂ. ૪૮.૪૯ લાખ , આઉટ ગ્રોથ એરીયાની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. ૮, રે. સર્વે નં. ૧૬થી રે. સર્વે નં. ૧૩૫૦ સુધી રેલ્વે લાઈનને પેરેલલ કનસુમરા ગામ તરફ જતા સી.સી. રોડના કામ (૧૮. મી. ડી.પી. રોડ)ના વધારાના કામ અંગે રૂ।. ૧૪.૩૨ લાખ,
આંતરમાળખાકીય સુવિધાની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. ૧૦ / ૧૧ રાજપાર્ક કૈલાસ પાર્કથી (રિલાયન્સ પેટ્રોલ પમ્પથી નંદ કિશોર એપાર્ટમેન્ટના ખુણા સુધી) ડીવાઈન હોસ્પીટલ પાસેનો રોડ સી.સી. રોડના કામ અંગે રૂ।. ૩૨.૬૧ લાખ,
વોર્ડ નં. ૧૫, મથુરાનગર શેરી નં. ૧ થી ૧૨ સુધી મેઈન રોડમાં સી.સી. રોડના કામ અન્વયે કાર્યપાલક ઈજનેર સિવિલ શાખાની રજુ થયેલ નોંધ અન્વયે સ્થળ ફેરફાર કરવાના કામોને મંજુરી આપવામાં આવી હતી.
વોર્ડ નં. ૧૦ માં ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ કે.વી. રોડમાં ડોમ ટાઈપ કોમ્યુનીટી હોલ બનાવવાના કામ અંગે રૂ. ૧૦.૬૦ લાખ, ગાર્ડન શાખા દ્વારા અર્બન ફોરેસ્ટ પ્રોગ્રામ અંતર્ગત રોપાઓની ખરીદી કરવાના કામ અંગે રૂ।. ૪૮.૦૭ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.
હાઈડ્રોલીક ટ્રીમીંગ મશીન ખરીદ કરવા અંગે સૈધ્ધાંતિક મંજુરી અન્વયે દરખાસ્તની વિગતે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.
સિવિલ શાખા સાઉથ ઝોન (વોર્ડ નં. ૮, ૧૫ અને ૧૬) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન કેનાલ - બ્રિજ વર્કસના કામે વધારાના કામ અંગે રૂ।. ૫ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. એસ્ટેટ શાખાની જરૂરિયાત મુજબ ડિમોલીશનની કામગીરી માટે ટ્રેકટર વીથ ટ્રોલી ભાડા થી સપ્લાય કરવાના કામ માટે વાર્ષિક રૂ।. ૪.૬૩ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial