Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને સ્થળેથી કુલ રૂ।.૩૭૯૦૦નો મુદ્દામાલ કબજે કરાયોઃ
જામનગર તા. ૨: જામનગરના તંબોલી માર્કેટ પાસે પઠાણફળીમાં ગઈરાત્રે ઘોડીપાસા વડે જુગાર રમતા છ શખ્સ ઝડપાયા છે. જ્યારે જામજોધપુરમાંથી ત્રણ પત્તાપ્રેમીની પોલીસે ધરપકડ કરી છે.
જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તાર નજીક આવેલી તંબોલી માર્કેટ નજીક પઠાણફળીમાં ગઈરાત્રે કેટલાક શખ્સો ઘોડીપાસા વડે જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી દરોડો પાડ્યો હતો.
આ સ્થળે રાત્રે બે વાગ્યે ઘોડીના પાસા ફેંકી જુગાર રમતા દીપકભાઈ પરસોત્તમભાઈ ચાવલીયા ઉર્ફે કટુ ઈબ્રાહીમ ઉર્ફે સાઈબ મુસાભાઈ બશર, યુસુફ ગુલમામદ સુમરા, ઈમરાન મજીદભાઈ દરજાદા ઉર્ફે ભા, આફ્રિદી કાદરભાઈ માડકીયા, મોહસીન સતારભાઈ સાટી નામના છ શખ્સ મળી આવ્યા હતા. રૂ।.૧૨૬૦૦ રોકડા કબજે કરી પોલીસે તમામ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુર શહેરમાં રામવાડીની શેરી નં.૩માં ગઈરાત્રે સ્ટ્રીટલાઈટના અજવાળે ગંજીપાના કૂટતા રસીકભાઈ ગિરધરભાઈ કડીવાર, કેતભાઈ કાંતિલાલ ઘોડાસરા ઉર્ફે મીઠો, કિશોરભાઈ ગોવિંદભાઈ કારેણા ઉર્ફે સુદામા નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ।.૨૫૩૦૦ ઝબ્બે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial