Advertisement
Author: નોબત સમાચાર

મિલ્કત વેરા શાખાની પડતર અરજીઓના નિકાલ અંગે કેમ્પ

જામનગર મહાનગરપાલિકાની

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગર મહાનગર પાલિકાની મિલકત વેરા શાખાના કર્મચારીઓ એસઆઈઆર. /બીએલઓ (ચૂંટણીલક્ષી કામગીરી)ની કામગીરીમાં રોકાયેલ હોવાથી, મિલકતધારકોની નામ ટ્રાન્સફરની અરજી ઓ પેન્ડીંગ રહેવા પામેલ હતી. જે પેન્ડીંગ અરજીઓના નિકાલ માટે શાખા દ્વારા તા.૨૮/૦૨/૨૦૨૬, શનિવારના સ્પેશ્યલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં નામ ટ્રાન્સફર તેમજ અન્ય ૧૫૬૪ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.અને કુલ-૧૩૭ મિલકતધારકો દ્વારા ભરપાઈ કરાયેલ રૂ.૧.૫૩ કરોડનો મિલકત વેરો વસુલ થયેલ છે.

આ કામગીરી આસી. કમિશ્નર (ટેકસ)ના માર્ગદર્શન હેઠળ ટેકસ શાખાના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રૂ.૧૨૨.૪૭ કરોડની આવક થયેલ, જેમાં ૧,૦૯,૫૨૧ મિલકતધારકો દ્વારા મિલકત વેરો ભરપાઈ કરવામા આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. ૩૧/૦૩/૨૦૨૬ સુધી ૧૦૦ ટકા  વ્યાજ માફી યોજના જાહેર કરેલ હોય, આ યોજનાનો લાભ લેવા પણ શહેરીજનો ને અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh