Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેષ સહીત બે રાશિના જાતકોને સપ્તાહમાં દોડધામ રહે, સાવધાની રાખવી, સ્વાસ્થ્ય જાળવવું
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે દોડધામ-વ્યસ્તતા વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે વ્યર્થ અથવા કોઈ કારણોસર દોડધામ રહ્યા કરે. માનસિક ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં વાતાવરણ શુભ બની રહે. નોકરિયાત વર્ગને સમય લાભદાયી પસાર થાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. ઘર-પરિવારના પ્રશ્નોને લીધે ચિંતા રહે. દાંપત્ય જીવનમાં એકમેક પ્રત્યે સ્નેહની લાગણી જોવા મળે. નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. પૈતૃક સંપત્તિ બાબતે વાદ-વિવાદ રહ્યા કરે. તા. ર થી પ દોડધામ રહે. તા. ૩ ૬ થી ૮ સામાન્ય.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધા ક્ષેત્રે નાની-મોટી રૂકાવટો-અડચણો આવવાની શક્યતા જણાય છે. માનસિક સ્થિતિ ડામાડોળ જણાય. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા-પરેશાની રહ્યા કરે. સપ્તાહ દરમિયાન આપને નાણાકીય સમસ્યાઓ સતાવશે. ઘર-પરિવારમાં કલેશ-કલહનું વાતાવરણ જણાય. ભાઈ-ભાંડુ સાથે મતભેદ ઉદ્ભવે. યાત્રા-પ્રવાસ લાભદાયી સાબિત થાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની શક્યતા રહે. તા. ર થી પ નાણાભીડ. તા. ૩ થી ૮ સારી.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે સામાજિક કાર્યો કરવાનારો સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન રાજકીય-સામાજિક કે ધાર્મિક કાર્યોનું આયોજન શક્ય બને. નોકરી-ધંધા ક્ષેત્રે શુભ ફળ મળે. કોઈ નવો કોન્ટ્રાક્ટ કે ઓર્ડર મળવાથી આપ હર્ષ પામશો. સરકારી-કાનૂની મામલે સચેત રહેવું જરૂરી જણાય છે. દાંપત્યજીવનમાં નજીવી બાબતે બોલચાલી સંભવી શકે છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીની સિફારીશથી બઢતી મળે. કોઈ નોંધપાત્ર લાભ મળી શકે છે. તા. ર થી પ સરળતા રહે. તા. ૬ થી ૮ સામાજિક કાર્યો થાય.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ શુભ સમાચાર સાંભળવા મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. વ્યાવસાયિક ક્ષેત્રે આશાજનક પરિણામ મળતું જોવા મળે. આળસ ત્યજીને કામમાં મન પરોવવું જરૂરી જણાય છે. આ સમયમાં આપે ભાગદોડ કરવી પડે. પરિશ્રમ એ જ પરમેશ્વર છે તેમ માનવું. આર્થિક સ્થિતિને સમતોલ રાખી શકશો. નોકરી-ધંધામાં કોઈ વિશેષ લાભની પ્રાપ્તિ થાય. તા. ર થી પ સામાન્ય. તા. ૬ થી ૮ શુભ.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે તડકા-છાંયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે થોડી હાનિકારક ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે. પડવા-વાગવાથી સંભાળવું. કૌટુંબિક વિખવાદ રહ્યા કરે. સ્થિતિમાં મંદ ગતિએ સુધાર જોવા મળે. માનસિક સ્વસ્થતા પરત પ્રાપ્ત કરી શકશો. નોકરી-ધંધામાં મન પરોવી મહેનત કરશો. ધાર્મિક બાબતોમાં વૃદ્ધિ થતી જણાય. વ્યાપાર-ધંધામાં નોંધપાત્ર લાભ મળે. સ્વાસ્થ્ય બાબતે ઋતુજન્ય બીમારીથી સાચવવું. તા. ર થી પ મિશ્ર. તા. ૬ થી ૮ સામાન્ય.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે મનની શાંતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી ચિંતાના વાદળો વિખેરાતા જણાય. માનસિક શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો. આપ આપના મક્કમ મનોબળથી આપના પડતર કાર્યો પૂૃણ કરી શકશો. મુસાફરીના યોગ જણાય છે. શારીરિક સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. દાંપત્યજીવનમાં ચકમક ઝરે તેવી શક્યતા જણાય છે. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બનતી જણાય. વ્યાવસાયિક ક્ષેત્રે સમય શુભ જણાય છે. તા. ર થી પ પ્રસન્નતા રહે. તા. ૬ થી ૮ સ્વાસ્થ્ય સાચવવું.
Libra (તુલા: ર-ત)
તમારા માટે સાવધાનીપૂર્વક કાર્ય કરવાની સલાહ આપનું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન શત્રુ વિરોધીઓથી સાવચેત રહેવું જરૂરી જણાય છે. આપનું આપનું સ્વાસ્થ્ય નબળું પડતું જણાય. દાંપત્યજીવનમાં આનંદ, પ્રેમ, લાગણીનો અનુભવ થાય. સંતાનનો સાથ-સહકાર આપની ઉન્નતિ માટે સહાયરૂપ બની રહે. પડવા-વાગવાથી સાચવવું. કુટુંબ-પરિવારમાં મતભેદ હશે તો તેનો ઉકેલ લાવવામાં સમર્થ બની રહેશો. યાત્રા-પ્રવાસ દ્વારા આર્થિક લાભ મેળવી શકશો. ભાગ્યનો સાથ મળી રહે. તા. ર થી પ સાવધ રહેવું. તા. ૬ થી ૮ સાનુકૂળ.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે અધુરા કાર્યો પૂર્ણ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના અધુરા અથવા તો ધારેલા કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો. આપને આપની આશા-અપેક્ષા મુજબના પરિણામ પ્રાપ્ત થાય. આપ માનસિક દૃષ્ટિએ સ્વસ્થ અને દૃઢ જણાવ. સરકારી કાર્યો શક્ય હોય તો ટાળવા. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીની પ્રશંસા લાભ અપાવી જાય. ધંધા-વ્યાપારમાં આકસ્મિક તેજીનું વાતાવરણ લાભ અપાવી જાય. કોઈ શુભ સમાચાર સાંભળવા મળે. તા. ર થી પ સફળતા મળે. તા. ૬ થી ૮ મિશ્ર.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી બીમારીને કારણે આપને પરેશાની રહ્યા કરે. આપની માનસિક સ્થિતિ સ્વસ્થ અને દૃઢ જણાય. નાણાકીય સ્થિતિ સમતોલ રાખવામાં સફળતા મેળવી શકશો. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. લોભ-પ્રલોભનથી દૂર રહેવું. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિની તકો મળતી જણાય. ખર્ચ ઉપર કાબૂ રાખવો. તા. ર થી પ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૬ થી ૮ સામાન્ય.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે મધ્યમ ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને સુખ-દુઃખ, લાભ-નુક્સાન એમ બન્ને પ્રકારના પાસાનો અનુભવ થાય. વિદ્યાર્થીઓને શુભ ફળની પ્રાપ્તિ થાય. શત્રુ વિરોધીઓથી સાવધાની રાખવી. દાંપત્યજીવનમાં ઘર્ષણ રહ્યા કરે. માનસિક ચિંતા-ઉચાટ-ઉદ્વેગ રહે. વાણી-વર્તન-ક્રોધ ઉપર સંયમ રાખવો. સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહે. ભાઈ-ભાંડુ સાથે મતભેદ ઉદ્ભવે. લાંબી યાત્રા-મુસાફરીના યોગ જણાય છે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. તા. ર થી પ મધ્યમ ફળદાયી. તા. ૬ થી ૮ ચિંતા-ઉદ્વેગ.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે નવીન તક અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને નવી તકો મળે અને નવીન યોજના, કાર્યો અમલમાં મૂકી શકશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ સંભાળવું. વિદ્યાર્થી વર્ગને મહેનતનું ફળ આશા મુજબનું મળે. સંતાન બાબતેના પ્રશ્નોનું સામાધાન મળી રહે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં નાની-મોટી રૂકાવટોનો સામનો કરવો પડી શકે છે. નાણાકીય ભીડ રહે. શત્રુ વિરોધીઓ પ્રબળ બનતા જણાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. વાણી-વર્તન ઉપર સંયમ જાળવવો. તા. ર થી પ નવીન કાર્ય થાય. તા. ૬ થી ૮ સાવધાન રહેવું.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે આર્થિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધામાં આકસ્મિક તેજી નોંધપાત્ર લાભ અપાવી જાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની શક્યતા જણાય છે. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ અને મદદ આપને સહાયરૂપ બની રહે. યાત્રા-પ્રવાસ સફળ રહે. ધાર્મિક્તા-આધ્યાત્મિક્તામાં વૃદ્ધિ થાય. સંતાન સંબંધી ચિંતા હશે તો દૂર થશે. વિદ્યાર્થી વર્ગને આશા મુજબનું પરિણામ મળે. શત્રુ વિરોધીઓથી સાચવવું. દાંપત્યજીવનમાં મધૂરપ જોવા મળે. તા. ર થી પ લાભદાયી. તા. ૬ થી ૮ સામાન્ય.
સુર્યોદય : ૭-૨૫ - સુર્યાસ્ત : ૬-૩૭
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૦૨ :
તા. ૦૩-૦૨-ર૦૨૬, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૩,
મુસ્લિમ રોજઃ ૧૪, નક્ષત્રઃ મઘા,
યોગઃ શોભન, કરણઃ તૈતિલ
તા. ૦૩ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કૌટુંબિક-પારિવારિક સભ્યોનો સાથ-સહકાર મળી રહે. ધાર્મિક -માંગલિક પ્રસંગોનું આયોજન શક્ય બને. નોકરી-ધંધાકીય બાબતે કામકાજનો ઉકેલ આવતો જાય. નોકર-ચાકરવર્ગ મદદરૂપ થાય. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સાનુકૂળતા રહે. નાણાકીય સ્થિતિમાં સુધારો આવતો જોવા મળે. સુખ સગવડતાના સાધનોની ખરીદી થાય.
બાળકની રાશિઃ સિંહ
મકર સહિત બે રાશિના જાતકોએ કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી. અગત્યના કામ અંગે મુલાકાત થાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામમાં ઉપરીવર્ગ, સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગ મદદરૂપ થવાના પ્રયાસ કરે. પરદેશના કામ થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૯-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપ હરો, ફરો, કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં પ્રતિકૂળતા રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૮-૫
Gemini (મિથુન: ક-છ-ધ)
આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૧-૬
Cancer (કર્ક: ડ-હ)
આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતા, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૫
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૪-૯
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૬
Libra (તુલા: ર-ત)
દેશ-પરદેશના, આયત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. આપના અગત્યના કામ અંગે મુલાકાત થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૫
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. કામકાજની વ્યસ્તતા જણાય. ખર્ચ-ખરીદી થાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૬
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આપના કાર્યની કદર-પ્રશંસા થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૯
Capricorn (મકર: ખ-જ)
આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના અગત્યના કામનો ઉકેલ આવતો જાય, તેમ રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૭-૩
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. ધીરે ધીરે ઉકેલ આવતા રાહત થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૮
સુર્યોદય : ૭-૨૬ - સુર્યાસ્ત : ૬-૩૬
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૦૧ :
તા. ૦૨-૦૨-ર૦૨૫, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૨,
મુસ્લિમ રોજઃ ૧૩, નક્ષત્રઃ આષ્લેષા,
યોગઃ આયુષ્માન, કરણઃ બાલવ
તા. ૦૨ ફેબ્રુઆરી ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નાણાકીય બાબતે આવકમાં વધારો થતો જણાય. જુની ઉઘરાણીના નાણા છુટા થાય. આકસ્મિક લાભ-ફાયદો મળી રહે. વ્યાવસાયિક બાબતે આપના અગત્યના કામનો, રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. સંતાન આપને મદદરૂપ થવાના પ્રયાસ કરે. આપના કામકાજની કદર-પ્રશંસા થાય
બાળકની રાશિઃ કર્ક ૨૨:૪૮ સુધી પછી સિંહ
વૃષભ સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવે. મહત્ત્વના નિર્ણય લઈ શકાય
Aries (મેષ: અ-લ-ઈ)
રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, આપે સાવધાની રાખવી પડે. નાણાકીય લેવડ-દેવડમાં સાચવવું
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૭
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૮-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ધીરે ધીરે ઉકેલ આવતા રાહત જણાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૪
Cancer (કર્ક: ડ-હ)
આપના કામમાં ઉપરીવર્ગ, સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૫
Leo (સિંહ: મ-ટ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં રૂકાવટનો અનુભવ થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૯
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૬
Libra (તુલા: ર-ત)
સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ખર્ચ-ખરીદી થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૭-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામકાજમાં અન્યનો સહકાર મળી રહે. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૮
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. યાત્રા-પ્રવાસ થાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૪
Capricorn (મકર: ખ-જ)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૭
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ, સગા-સંબંધીવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ રહે.
શુભ રંગઃ સોનેરી - શુભ અંકઃ ૩-૯
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૮
સુર્યોદય : ૭-૨૬ - સુર્યાસ્ત : ૬-૩૫
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા સુદ-૧૫ :
તા. ૦૧-૦૨-ર૦૨૬, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૧,
મુસ્લિમ રોજઃ ૧૨, નક્ષત્રઃ પુષ્ય,
યોગઃ પ્રીતિ, કરણઃ વિષ્ટિ
તા. ૦૧ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. મિત્રો-સ્વજનો સાથે પ્રવાસ-મુસાફરીની મજા માણી શકો. જો કે, પ્રવાસ મજાની સાથે સાથે ખર્ચાળ પણ સાબિત થઈ શકે છે. કુટુંબ-પરિવારના પ્રશ્ને ચિંતા જણાય. વડીલ વર્ગના આરોગ્ય બાબતે ચિંતા જણાય. નોકરી-ધંધામાં આપને સાનુકૂળતા રહે. કામકાજમાં આપને સફળતા મળતા આનંદ જણાય.
બાળકની રાશિઃ કર્ક
ધન સહિત બે રાશિના જાતકોને યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત લાભદાયી રહેે. પારિવારિક કામમાં વ્યસ્તતા જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મહત્ત્વની વ્યક્તિ સાથેની મુલાકાત લાભદાયી બની રહે.
શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૬-૩
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્તતા-દોડધામ-ખર્ચ જણાય પરંતુ આનંદ અનુભવાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૮-૪
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કાર્યમાં સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. બપોર પછી વ્યગ્રતા-બેચેની અનુભવાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૭
Cancer (કર્ક: ડ-હ)
બપોર સુધી આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. બપોર પછી શાંતિ થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૧
Leo (સિંહ: મ-ટ)
સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય, પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે છે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૮
Virgo (કન્યા: પ-ઠ-ણ)
સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું પડે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯
Libra (તુલા: ર-ત)
આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૭-૨
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપે સિઝનલ તેમજ વાયરલ બીમારીથી સંભાળવું પડે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને આપને ચિંતા-ખર્ચ જણાય.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૬-૧
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ અનુભવાય. બપોર પછી કામકાજ અંગે આપ વ્યસ્ત રહો.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૯
Capricorn (મકર: ખ-જ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રતાના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ-શ્રમ જણાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
બપોર સુધી કામકાજનો ઉકેલ આવતો જાય. સંતાનનો સહકાર મળી રહે. આપના કામની કદર-પ્રશંસા થાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૪
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
માનસિક વ્યગ્રતામાં દિવસ પસાર થાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ રહે. બપોર પછી રાહત થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯
કર્ક સહીત ત્રણ રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં સ્વાસ્થ્ય સુધરે, કાર્યભાર વધે
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધામાં અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરતા રાહત અનુભવી શકશો. ગૃહસ્થજીવનમાં વાતાવરણ નરમ-ગરમ રહી શકે છે. સ્વાસ્થ્ય લાભપ્રદ રહે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને શત્રુ વિરોધીઓ પર વિજય પ્રાપ્ત થાય. સમય સાનુકૂળ બની રહે. વડિલોપાર્જિત મિલકત અંગેના પ્રશ્નો ગુંચવાતા જણાય. ધાર્મિક-માંગલિક કાર્યોનું આયોજન થાય. તા. ર૬ થી ર૯ ઉત્સાહવર્ધક. તા. ૩૦ થી ૧ મધ્યમ.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે પારિવારિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા તત્પર બનશો. માતા-પિતા-વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશે. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. જાહેર જીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. યાત્રા-પ્રવાસ આનંદદાયી, પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. તા. ર૬ થી ર૯ સ્વાસ્થ્ય સુધરે. તા. ૩૦ થી ૧ પારિવારિક કાર્ય થાય.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ વ્યાપાર-ધંધામાં નવી દિશામાં આગળ વધી શકશો. આર્થિક રોકાણ માટે સમય શુભ જણાય છે. સામાજિક તથા જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકોને મિલન-મુલાકાત ફળદાયી પૂરવાર થાય. પારિવારિક ક્ષેત્રે કડવાશ કે ગેરસમજ હશે તો દૂર થાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. યાત્રા-પ્રવાસ સુખદાયક પૂરવાર થાય. મિત્રોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. તા. ર૬ થી ર૯ સાનુકૂળ. તા. ૩૦ થી ૧ નવીન કાર્ય થાય.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે આરોગ્ય સુખાકારી સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપનું બગડેલું સ્વાસ્થ્ય ફરી સુધરતું જણાય. શારીરિક તથા માનસિક રીતે પ્રફૂલ્લિત રહી શકશો. આપની કાર્ય-ક્ષમતામાં વધારો થતો જોવા મળે. વેપાર-ધંધામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શકશો. સામાજિક જીવનમાં વિરોધીઓથી સાવધ રહેવું. ઘર-પરિવારમાં વાતાવરણ એકંદરે શાંત રહે. ભાઈ-ભાંડુ સાથે કોઈ અણબનાવ કે મનદુઃખ હશે તો તેને દૂર કરી શકશો. પારિવારિક સંબંધો મજબૂત બનતા જણાય. તા. ર૬ થી ર૯ સ્વાસ્થ્ય સુધરે. તા. ૩૦ થી ૧ મિશ્ર.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે ભાગ્યબળ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપની મહેનત-પુરુષાર્થનું ફળ પ્રાપ્ત થતું જણાય. ભાગ્યનો સાથ મળી રહે. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી ન શકાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. ઋતુગત બીમારીથી પરેશાની રહ્યા કરે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં રૂચિ વધતી જણાય. વડિલોપાર્જિત મિલકત અંગેના વિવાદોનો નિકાલ આવી શકે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થાય. તા. ર૬ થી ર૯ શુભ. તા. ૩૦ થી ૧ સામાન્ય.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે કામનું ભારણ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વધારે પડતા કાર્યબોજને કારણે આપ માનસિક રીતે ત્રસ્ત બનતા જણાવ. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને નિવારવા સક્ષમ બનશો. સામાજિક ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. તબિયત અંગે કાળજી રાખવી જરૂરી બને. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું. વડીલ વર્ગ સાથે બોલાચાલી ટાળવી. તા. ર૬ થી ર૯ કાર્યબોજ વધે. તા. ૩૦ થી ૧ માન-સન્માન.
Libra (તુલા: ર-ત)
તમારા માટે યશ-કીર્તિમાં વધારો કરનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન રાજકીય-સામાજિક ક્ષેત્રે માન-મોભામાં વૃદ્ધિ થતી જોવા મળે. આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જણાય. નાણાકીય સ્થિતિ એકંદરે નબળી રહે. સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા આકર્ષાશો. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. કોઈ મહેમાન આપના ઘરની મુલાકાતે આવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. યાત્રા-પ્રવાસ થાય. તા. ર૬ થી ર૯ સાનુકૂળ. તા. ૩૦ થી ૧ માન-સન્માન.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના મટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને સચેત અને સતર્ક રહેવાની સલાહ છે. શત્રુ વિરોધીઓ હાવિ થતા નુક્સાન થવાની સંભાવના જણાય છે. નોકરિયાત વર્ગે કાર્યાલયમાં પોતાના સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે સંભાળપૂર્વકનું વલણ અપનાવવું. આર્થિક દૃષ્ટિએ આપ સક્ષમ અને સુદૃઢ બની શકશો. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકશો. રોકાયેલા નાણા પરત મળતા રાહતનો અનુભવ થાય. તા. ર૬ થી ર૯ નબળી. તા. ૩૦ થી ૧ સફળતાદાયક.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે નવી પ્રવૃત્તિઓનું નિર્માણ કરતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવી કાર્યરચના સાથે જોડાઈ શકો છો. વ્યવસાયિક યોજનાઓનું અમલીકરણ થાય. વ્યાપારી વર્ગ મો નવી ધંધાકીય ખરીદી માટે સમય સાનુકૂળ બની રહે. આર્થિક સ્થિતિ મધ્યમ રહે. જાહેરજીવન ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકો માટે સમય શુભ જણાય છે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. ઘર-પરિવારમાં વાતાવરણ શાંતિમય બની રહે. તા. ર૬ થી ર૯ નવીન કાર્ય થાય. તા. ૩૦ થી ૧ મધ્યમ.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે કાર્યક્ષેત્રે સફળતાદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જોવા મળે. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનુ કારણ બની શકે છે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. ખર્ચ-ખરીદીનો યોગ બને. તા. ર૬ થી ર૯ લાભદાયી. તા. ૩૦ થી ૧ મધ્યમ.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે આર્થિક આયોજનની સલાહ આપતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિ નબળી પડતી જણાય. બીનજરૂરી ખર્ચ ટાળવાથી મહિનાના બજેટને હાલક-ડોલક થતા બચાવી શકશો. આરોગ્યમાં સુધાર આવતો જોવા મળે. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સહકાર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધારવાનો અવસર પ્રાપ્ત થાય. શત્રુ વિરોધીઓથી સાચવવું. તા. ર૬ થી ર૯ સ્વાસ્થ્ય સુધરે. તા. ૩૦ થી ૧ ખર્ચ-વ્યય. થાય.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને કોઈ શુભ સમાચાર સાંભળવા મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ જણાય છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર-વ્યવસાયમાં પ્રગતિના દર્શન થાય. ગૃહસ્થજીવનમાં એકમેકનો સાથ-સહકાર મળી રહે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત કરી શકો. સ્વાસ્થ્ય બાબતે સાચવવું. તા. ર૬ થી ર૯ શુભ. તા. ૩૦ થી ૧ સામાન્ય.