Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ' એ સરકારની ઓળખઃ વડાપ્રધાન
નવી દિલ્હી તા. ર૯: બજેટ સત્ર હેલા સંસદ પરિસરમાં પ્રેસ મીડિયા સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારની ઓળખ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની બની હોવાનું જણાવી બજેટમાં મોટા આર્થિક સુધારાઓનો સંકેત આપે છે.
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે, જે ભારતની ભાવિ આર્થિક દિશા નક્કી કરવા માટે અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે. બજેટ રજૂ થયા પૂર્વે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સત્રની ગંભીરતા અને સરકારના ઈરાદાઓ સ્પષ્ટ કરી દીધા છે. બજેટ સત્રના પ્રારંભ પૂર્વે સંસદભવન પરિસરમાં મીડિયાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેમની સરકારની ઓળખ હંમેશાં રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ (સુધારો, પ્રદર્શન અને પરિવર્તન) રહી છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભારત હવે વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરવા માટે 'રિફોર્મ એક્સપ્રેસ' પર આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનના આ નિવેદનને આગામી બજેટમાં મોટા આર્થિક સુધારાઓના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.
આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં દેશનો આર્થિક સર્વે રજૂ કરશે. આ સર્વેમાં દેશની અર્થવ્યવસ્થાનું પાછલા વર્ષનું સરવૈયુ અને ભાવિ પડકારોનું આકલન રજૂ કરવામાં આવે છે. ત્યારપછી ૧ ફેબ્રુઆરીના નિર્મલા સીતારામણ સતત નવમી વખત કેન્દ્રિય બજેટ ર૦ર૬ રજૂ કરશે. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આ બજેટમાં મધ્યમ વર્ગને રાહત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી જાહેરાતો થવાની આશા સેવાઈ રહી છે.
એક તરફ સરકાર વિકાસના મંત્રો આપી રહી છે ત્યારે બીજી તરફ વિપક્ષે પણ ઘેરવાની તૈયારી કરી લીધી છે. વિપક્ષી દળો દ્વારા વીબી-જી રામ-જી બિલ અને સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન જેવા મુદ્દાઓ પર ચર્ચાની માગ કરવામાં આવી છે, જો કે કેન્દ્રિય મંત્રી કિરેન રિજ્જિુએ સ્પષ્ટ કર્યું છે કે આ મુદ્દાઓ પર અગાઉના સત્રમાં ચર્ચા થઈ ચૂકી છે. તેથી આ વખતે તેના માટે કોઈ અલગ સમય ફાળવવામાં આવશે નહીં. આ સ્થિતિ જોતા બજેટ સત્ર હંગામેદાર રહેવાની પૂરેપૂરી શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial