Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા નજીક વસઈમાં ગંજીપાના કૂટતા આઠ પકડાયાઃ રોકડ-મોબાઈલ અને બાઈક કબજે

જામજોધપુરના તરસાઈમાં તીનપત્તીનો જુગારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામજોધપુરના તરસાઈ ગામમાં કરાર સીમ વાડી વિસ્તારમાં શનિવારે બપોરે તીનપત્તી રમતા પાંચ શખ્સ પકડાયા છે. જ્યારે દ્વારકા નજીકના વસઈમાંથી આઠ શખ્સ ગંજીપાના કૂટતા મળી આવ્યા છે.

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં શનિવારે સાંજે એક ખેતર નજીક કેટલાક શખ્સો એકઠા થઈને ગંજીપાના વડે જુગાર રમી રહૃાા હોવાની બાતમી પરથી જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે તરસાઈ ગામના વાડી વિસ્તારમાં આવેલી કરાર સીમમાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા નાથાભાઈ નગાભાઈ ઓડેદરા, આંબાભાઈ ટપુભાઈ ભાંભેલા, કાનાભાઈ સામતભાઈ મોઢવાડિયા, દિનેશભાઈ કેશુભાઈ ડાભી, અમરશીભાઈ ઉર્ફે રમેશભાઈ દેવાભાઈ બથવાર નામના પાંચ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૪,૪૦૦ રોકડા કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

દ્વારકા નજીકના વસઈ ગામના વાડી વિસ્તારમાં ગઈકાલે બપોરે જાહેરમાં તીનપત્તી રમતા કાનાભા પાલાભા માણેક, ભીમાભા જોધાભા સુમણીયા, વીઘાભા હઘાભા માણેક, કરણસિંહ હધાભા માણેક, મીયાભા પાલાભા માણેક, મોમૈયાભા નકીયાભા ભથઠ, ગાંગાભા જોધાભા સુમણીયા, માણેકભા મુળૂભા માણેક નામના આઠ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ।.૨૬૫૭૦ રોકડા, પાંચ મોબાઈલ, બે બાઈક કબજે લીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh