Advertisement
Author: નોબત સમાચાર

ઉનાળાના પ્રારંભે જ છોડાયું સૌની યોજનાનું પાણી

ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં ધારાસભ્ય મૂળુભાઈના પ્રયાસોથી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૬: ધારાસભ્ય મૂળુભાઈ બેરાના પ્રયાસોથી ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં સૌની યોજનાનું પાણી છોડાતા ઉનાળાના સમયમાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં ધારાસભ્ય મૂળુભાઈ બેરાના પ્રયત્નોથી સૌની યોજનામાંથી પાણી છોડવામાં આવતા ભરઉનાળે અનેક વિસ્તારોમાં નદી-ઝરણા વહેતા થવાની સ્થિતિમાં ચેકડેમો,નદીઓ છેલા તથા તળાવોમાં પાણી આવતા ખેડૂતોમાં ખૂબ આનંદની લાગણી ફેલાઈ છે.

ખંભાળિયા તાલુકાના મહાદેવિયા, આહિર સિંહણ, વડાલિયા સિંહણ તથા તેના હેઠવાસના ગામો તથા વિંજલપુર, મોવાણ, સિદ્ધપુર, પીપળિયા વિગેરે ગામોમાં સૌની યોજનામાંથી પાણી છોડવામાં આવતા ભરઉનાળે નદીઓ વહેતી થતા તથા તળાવો-સરોવરોમાં પાણી ભરાતા ખેડૂતોના કૂવા-બોરમાં નવા પાણીની આવક શરૂ થતા ખેડૂતોના પાણીના પ્રશ્ન પણ હલ થયા છે.

ધારાસભ્ય મૂળુભાઈ બેરાએ જણાવેલ કે સૌની યોજનાનું પાણી છોડવામાં આવ્યું છે તે નક્કી કરેલા વિસ્તારોમાં ત્રણ કિલોમીટર સુધી છોડવામાં આવી રહ્યું છે. જેનાથી આ તમામ વિસ્તારોના કૂવા-તળાવો તથા નદીઓ અને બોરમાં નવા પાણીની આવક થશે અને ખેડૂતોને ખૂબ ઉપયોગી થશે. સૌની યોજનાના આ પાણીથી ભરઉનાળે ચોમાસાની જેમ નદી-તળાવોમાં છલકાતા પાણીના દૃશ્યો સર્જાયા હતાં, તો હરિયાળું વાતાવરણ ફરી થઈ ગયું હતું તથા ખેડૂતોને ઉનાળુ પાકમાં પણ ખૂબ ફાયદાની સ્થિતિ થશે. સરપંચોમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh