Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરજ રૂકાવટ સહિતની કલમો નોંધાઈ'તીઃ
જામનગર તા. ૫: પાંચ વર્ષ પહેલાં પ્રસરેલા કોરોના વખતે મુક્તિ પાસ વગર નીકળેલા બે આસામી સામે પોલીસે ફરજ રૂકાવટ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતા અદાલતે બંને આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગર સહિત દેશભરમાં વર્ષ ૨૦૨૦માં પ્રસરેલી કોરોનાની બીમારી દરમિયાન લોકડાઉન અમલી બનાવાયું હતું. જેમાં નાગરિકોને ઘરબહાર નીકળવા મનાઈ ફરમાવાઈ હતી અને કેટલાક સંજોગોમાં મુક્તિ પાસ બનાવી આપવામાં આવ્યો હતો. તે દરમિયાન ગઈ તા.૧૨-૩-૨૦ના દિને નગરના પંચવટી વિસ્તારમાંથી જીજે-૧૦-બીઆર પાસીંગની મોટરમાં હનીફ હબીબ જામ નામનો આસામી અઝરૂદ્દીન ઈબ્રાહીમ ચૌહાણને સાથે રાખીને નીકળ્યો હતો.
આ વાહનને બંદોબસ્તમાં રહેલી ટીમે રોકાવી કોરોના અંગેના નિયંત્રણ હેઠળના મુક્તિ પાસ દેખાડવાનું કહેતા તેમાં પાસ ધારકનું નામ અલગ અને વાહન નંબર પણ અલગ જોવા મળ્યા હતા. તેથી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી પોતાને કે અન્યને કોરોનાનો ચેપ લગાડવાના બેદરકારીપૂર્વકના કૃત્ય અંગે કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવી હતી.
આ વેળાએ પોલીસને ખોટી માહિતી આપી, ફરજમાં રૂકાવટ કરી હનીફ હબીબ તથા અઝરૂદ્દીન ચૌહાણે પોલીસ કર્મચારીને મારી નાખવાની ધમકી આપતા બંને સામે આઈપીસી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધાવાયો હતો. ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે બંને આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ધર્મેશ ગોંડલીયા, આર.કે. સોઢા, અનિતા રામવાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial