Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૩ રમતવીરોએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું:
જામનગર તા. ર૧: રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગુજરાત સરકાર, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રેરિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી, જામનગર દ્વારા તાજેતરમાં સત્યસાઈ વિદ્યાલયમાં સ્પેશ્યલ ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં જામનગરના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ અને પેરા સ્પોર્ટસ એસોસિએશનનો સહકાર પ્રાપ્ત થયો હતો.
ટ્રાઈસિકલ રેસ, વ્હીલચેર હર્ડલ રેસ, ચક્ર, ભાલા, ગોળાફેંક, દોડ સહિતની રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારા કુલ ૧૨૩ ખેલાડીઓને કુલ રૂ।. ૪,૧૦,૦૦૦ ની રોકડ રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી.
જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારા કુલ ૪૩ (પુરૂષ-ર૬ અને મહિલા ૧૭) રમતવીરો રાજયકક્ષાના સ્પે.ખેલ મહાકુંભમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
આ ઉપરાંત સીટીંગ વોલીબોલમાં આરતીબેન ધમસાણીયાની બહેનોની ટીમ 'ડી' અને સંજયભાઈ પંચાસરાની ભાઈઓની ટીમ 'એ' એ પ્રથમસ્થાન પ્રાપ્ત કર્યુ છે તથા સુરેશભાઈ કેશવાલાની ટીમ ક્રિકેટમાં બિનહરીફ જાહેર થઈ હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી, જામનગરના અધિકારીઓ, કર્મચારીઓ, પેટા સ્પોર્ટસ એસો. જામનગરના પ્રમુખ બિપીનભાઈ અમૃતિયા, સહમંત્રી રીપાબેન ચિતારા, કારોબારી સભ્ય મુખ્તારભાઈ ખીરા સહિતના હોદ્દેદારો અને કાર્યકરોએ ખાસ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial