Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પિતાએ જમાઈ સામે નોંધાવી રાવઃ
જામનગર તા. ૨૮: કાલાવડના મોટી ભગેડી ગામના એક પરિણીતાએ પતિની શંકા કુશંકા અને શારીરિક-માનસિક ત્રાસથી વાજ આવી જઈને ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. જામ રોઝીવારામાં રહેતા આ યુવતીના પિતાએ જમાઈ સામે ફરિયાદ નોંધાવી છે.
કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામમાં રહેતા અતુલ અમરશી પરમાર સાથે થોડા વખત પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામ રોઝીવારા ગામના લાલજીભાઈ સોમાભાઈ મકવાણાની પુત્રી નિલમના લગ્ન કરવામાં આવ્યા હતા.
લગ્ન પછી પતિ અતુલ અવારનવાર પત્ની નિલમ પર શંકાકુશંકા કરતો રહેતો હતો અને તેના કારણે ઝઘડા થતાં હતા. પતિના શારીરિક તથા માનસિક ત્રાસથી કંટાળી જઈ નિલમબેને આખરે ગઈકાલે મોટી ભગેડી ગામમાં પોતાના સાસરે સાડી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની પોલીસને જાણ કરાયા પછી જામ રોઝીવારાથી દોડી આવેલા પિતા લાલજીભાઈ મકવાણાએ પોતાની પુત્રીને મરી જવા માટે મજબુર કરનાર જમાઈ અતુલ પરમાર સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial