Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેમ્બર અને સાંસદની રજૂઆતને સફળતાઃ
જામનગર તા. રપઃ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા હાર્ડવેર ઉત્પાદનો માટે ફરજિયાત બીઆઈએસ પ્રમાણપત્ર સંબંધિત નિયમોની પુનર્વિચારણા કરવા ભારત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે, જામનગરનો હાર્ડવેર ઉદ્યોગ મુખ્યત્વે માઈક્રો અને નાના ઉત્પાદકો પર આધારિત હોવાથી વર્તમાન નિયમો તેમના માટે વ્યવહારૂ મુશ્કેલીઓ ઊભી કરે છે.
આ મુદ્દે જામનગર-દેવભૂમિ દ્વારકા ક્ષેત્રના સાંસદ પૂનમબેન માડમના સક્રિય અનુસરણના પરિણામે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલના કાર્યાલય તરફથી સકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. જામનગરના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ રજૂઆતના સંદર્ભે સરકાર દ્વારા ડીપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ. એન્ડ ઈન્ટરનલ ટ્રેડ ભારત સરકારના નવી દિલ્હીના સિનિયર કન્સલ્ટન્ટ આશિષ કુમારની નિમણૂક કરવામાં આવેલ છે, અને જેમણે જામનગરની મુલાકાત લઈને ઉદ્યોગના હાર્ડવેરને લગત તથા અન્ય નાનામાં નાની અને તલસ્પર્શી માહિતી મેળવી સંબંધિત મુદ્દાઓનું સ્થળ પર અધ્યયન કરી વિગતવાર અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial