Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧ર મોબાઈલ, ચેકબુક, પાસબુક, બે સીપીયુ ઝબ્બે લેવાયાઃ
જામનગર તા. ૨૦: જામનગરના એક્સોથી વધુ નાગરિકો સાથે સોલાર પેનલ લગાડી દેવાના નામે રૂ।.૬ લાખથી વધુની રકમ પડાવી લેવાયાની વિગતો સાયબર ક્રાઈમ પોલીસ સમક્ષ ખૂલતા ગતિમાન થયેલા ચક્રો દરમિયાન ગઈકાલે પાંચ શખ્સની આ ગુન્હામાં ધરપકડ કરવામાં આવી છે અને મુખ્ય સૂત્રધારના સગડ દબાવાઈ રહ્યા છે.
જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં વસવાટ કરતા એક આસામીએ થોડા દિવસો પહેલાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે ઈન્ટીફાઈ સોલાર પ્રા.લિ. પાસેથી તેઓએ ગયા વર્ષે પોતાના ઘરની ઉપર સોલાર પેનલ નખાવવા માટે રૂ।.૨ લાખ ૧૮ હજાર ચૂકવ્યા હોવા છતાં તેઓને આંબાઆંબલી બતાવાતી હતી.
ઉપરોક્ત ફરિયાદ પછી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ આઈ.એ. ધાસુરાની સૂચનાથી શરૂ કરેલી તપાસમાં કેટલાક વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર જાહેરાત મૂકી નાગરિકોને વિશ્વાસમાં લઈ તેમના નામે બેંકમાં લોન કરાવ્યા પછી તે નાણા મેળવી લઈ સોલાર પેનલ ફીટીંગ નહીં કરી આપતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેથી આગળ વધેલી પોલીસે તપાસ ઘનિષ્ઠ બનાવતા જુદા જુદા ૧૦૦થી વધુ લોકો સાથે આ રીતે સોલાર પેનલ ખરીદવાના બહાને છેતરપિંડી કરાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
ઉપરોક્ત બાબતની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બીએનએસ તથા આઈટી એક્ટ હેઠળ ગુન્હાની નોંધ કરાઈ હતી. ત્યારપછી ગઈકાલે જામનગરની હિમાલય સોસાયટીમાં કૃષ્ણકુંજમાં રહેતા હીરેન નાથાલાલ લાઠીયા, નિલકમલ સોસાયટીની શેરી નં.પમાં રહેતા ચેતન અશોકભાઈ પાણખાણીયા, શાંતિનગર પાછળ મકવાણા સોસાયટીમાં રહેતા રાહુલ રાજેન્દ્રપ્રસાદ ભટ્ટ, ન્યુ આરામ કોલોનીમાં રહેતા અભય જીતેન્દ્રભાઈ પરમાર તથા મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં ગોકુલનગર જકાતનાકા પાસે રહેતા રામજી કમોદસિંઘ લોધી નામના પાંચ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
ઉપરોક્ત શખ્સો પાસેથી ૧ર મોબાઈલ, આઠ પાસબુક તથા ચેકબુક અને કોમ્પ્યુટરના બે સીપીયુ જબ્બે લેવામાં આવ્યા છે. ઈન્ટીફાઈ સોલારવાળા કાના બળીયાવદરાની શોધ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial