Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આવેલી શ્રી વિશા શ્રીમાળી લોકાગચ્છ વાડીની મરામત સાથે થશે વિસ્તૃતિકરણઃ દાનની અપીલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: શ્રી વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિ-જામનગરના સભ્યોની માંગણીને ધ્યાનમાં રાખીને જ્ઞાતિની કમિટીએ વાડીનું રિનોવેશન કરવાનું નક્કી કર્યું છે. જેમાં હાલ વાડીના ઉપરના ભાગે આધુનિક હોલ બનાવવા અને ઉપર જવા-આવવા માટે લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રિનોવેશનમાં રૂ।. ૨૫ લાખ અને લિફ્ટ માટે રૂ।. ૭ લાખ, આમ કુલ રૂ।. ૩૨ લાખનો ખર્ચ થશે. આ ઉપરાંત ગત વર્ષે વાડીના ઉપરના ભાગે બે બેડના ત્રણ બેડરૂમ તથા પાંચ બેડનો ૧ મોટો બેડરૂમ બનાવવામાં આવ્યો છે. આ બધા બેડરૂમમાં દાતાઓ માટે ડબલ બેડના ૧ રૂમ માટે રૂા ૩ લાખ, બે બેડરૂમના માટે રૂ।. ૪ લાખ, અને પાંચ બેડરૂમવાળા રૂમ માટે રૂ।. ૫ લાખનો નકરો નક્કી કરવામાં આવ્યો છે. સહયોગ કરનારા સર્વે દાતાના નામની તકતી દરેક રૂમ ઉપર લગાવવામાં આવશે. દાતાઓને આ કાર્યક્રમમાં સહયોગ આપવા તથા વધુ વિગત માટે સભ્ય યોગેશભાઈ વારીઆ (મો. ૯૮૨૪૨ ૧૮૦૦૮) નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh