Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની કારોબારીની પ્રથમ બેઠક તા. ર૮ માર્ચે જામનગરમાં મળશે

વધુ ત્રણ જિલ્લાના પ્રમુખ નિમાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની પ્રથમ કારરોબારીની બેઠક જામનગરમાં તા. ર૮ માર્ચે પ્રમુખ જીતુભાઈ લાલના અધ્યક્ષસ્થાને મળશે.

ગુજરાતભરના રઘુવંશી લોહાણા સમાજને એકસૂત્રતાના તાંતણે બાંધવાની પ્રવૃત્તિએ વધુ વેગ આપવા માટે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમની પ્રથમ કારોબારી બેઠકનું જામનગરમાં આયોજન કરવામાં આવેલ છે.

રાજ્યભરમાં સમાજની એકતા-પ્રગતિ માટે વિવિધ કાર્યો કરવા અને ગુજરાતના છેવાડાના સ્તરે વસતા લોહાણા સમાજને એક તાંતણે બાંધવા માટે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમની પ્રથમ બેઠક પ્રમુખ જીતુભાઈ લાલના અધ્યક્ષસ્થાને જામનગર શહેરમાં હોટલ રજવાડુમાં તા. ર૮-૩-ર૦ર૬, શનિવારના સાંજે ૪-૪પ વાગ્યે યોજવામાં આવશે. આ બેઠકમાં સમગ્ર ગુજરાતભરમાંથી નિમણૂક પામેલા હોદ્દેદારોની ઉપસ્થિતિ રહેશે. ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના સંગઠનને વધુ મજબૂત કરવા માટે વધુ ૩ જિલ્લાના પ્રમુખો પૈકી ભાવનગર જિલ્લા પ્રમુખ પદે નિરજભાઈ ઠક્કર, મોરબી જિલ્લા પ્રમુખ પદે અશોકભાઈ કાથરાણી અને અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે ભરતભાઈ પોપટની નિમણૂક પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh