Advertisement
Author: નોબત સમાચાર

રેસ્ટોરન્ટમાં એલપીજી ચાર્જ, ગેસ સરર્ચાજ કે ફ્યુઅલ કોસ્ટ રિકવરી જેવા ચાર્જ સામે લાલઆંખ

કેન્દ્રિય ગ્રાહક, સુરક્ષા સત્તામંડળે તાત્કાલિક અસરથી મૂક્યો પ્રતિબંધ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૬: રેસ્ટોરન્ટમાં એલપીજી ચાર્જ, ગેસ સરચાર્જ, ફ્યુઅલ કોસ્ટ રિકવરી જેવા ચાર્જ વસૂલાતા હોવાની ફરિયાદો ઊઠતા કેન્દ્ર સરકારે લાલઆંખ કરી છે અને આ પ્રકારની વસૂલાતો પર તત્કાલ અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.

વૈશ્વિક સ્તરે સર્જાયેલા ગેસ સંકટ વચ્ચે દેશની હોટલો અને રેસ્ટોરનટ્સ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા વધારાના 'એલપીજી ચાર્જ' સામે કેન્દ્ર સરકારેલાલઆં કરી છે. કેન્દ્રિય ગ્રાહક સુરક્ષા સત્તામંડળએ આ પ્રકારની વસૂલાતને 'અનુચિત વ્યાપાર પ્રથા' ગણાવીને તેના પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ હવેથી કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટ ગ્રાહકના બીલમાં 'એલપીજી ચાર્જ', 'ગેસ ચાર્જ' કે 'ફ્યુઅલ કોસ્ટરિવકરી' જેવા વધારાના શુલ્ક ઉમેરી શકશે નહીં.

સીસીપીએ એ ગ્રાહક સુરક્ષા અધિનિયમ ર૦૧૯ ની કલમ ૧૦ હેઠળ નવી એડવાઈઝરી જાહેર કરતા નિર્દેશ આપ્યો છે કે, આવા કોઈપણ ચાર્જ ઓટોમેટિક કે ડિફોલ્ટ રીતે વસૂલી શકાશે નહીં. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન પર મળેલી ફરિયાદો અને મીડિયા રિપોર્ટસના આધારે જાણવા મળ્યું હતું કે, કેટલીક હોટલ મેનુકાર્ડમાં દર્શાવેલી કિંમતો અને ટેક્સ ઉપરાંત અલગથી ગેસ ચાર્જ વસૂલી રહી હતી. સરકારનું માનવું છે કે, આનાથી પારદર્શક્તાનો અભાવ સર્જાય છે અને ગ્રાહકો પર આર્થિક બોજ વધે છે. જો કોઈ હોટલ આ નિયમનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

સરકારે સ્પષ્ટતા કરી છે કે ઈંધણ, એલપીજી, વીજળી કે અન્ય ઓપરેશનલ ખર્ચ એ વ્યવસાય ચલાવવાનો જ એક ભાગ છે. આ ખર્ચને અલગથી વસૂલવાને બદલે તેને મેનુમાં આપેલી વાનગીઓની કિંમતમાં જ સામેલ કરવા જોઈએ. ગ્રાહક સુરક્ષા અધિનિયમની કલમ ર(૪૭) મુજબ અલગથી ચાર્જ લેવો એ ગેરકાયદેસર છે. એડવાઈઝરીમાં જણાવાયું છે કે મેનુમાં દર્શાવેલી કિંમત જ અંતિમ કિંમત હોવી જોઈએ, જેમાં માત્ર લાગુ પડતા સરકારી ટેક્સ જ અલગથી ઉમેરી શકાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh