Advertisement
Author: નોબત સમાચાર

પટેલકામાં પૈસાની લેતીદેતીના મામલે એક યુવાન પર ત્રણ શખ્સ દ્વારા હલ્લો

કુહાડી-ઢીકાપાટુથી માર માર્યાે:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: કલ્યાણપુરના પટેલકામાં પૈસાની લેતીદેતીના મામલે મંગળવારની રાત્રે એક યુવાન પર ત્રણ શખ્સે કુહાડી, ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો અને પતાવી દેવાની ધમકી આપી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામમાં રહેતા હરદેવભાઈ રણમલભાઈ ચાવડાને મંગળવારની રાત્રે કુહાડી તથા ઢીકાપાટુથી હુમલો કરી માર મારવા ઉપરાંત ત્રણ શખ્સે પતાવી દેવાની ધમકી આપી હતી.

પૈસાની લેતીદેતીના મામલે હરદેવભાઈને પ્રવીણ મેઘાભાઈ ચાવડા સાથે બોલાચાલી થઈ હતી. ત્યારપછી પટેલકા ગામના જ પ્રતાપ હરદાસભાઈ પરમાર, ભીખાભાઈ હરદાસભાઈ પરમાર, હરદાસ પૂનાભાઈ પરમાર નામના ત્રણ પુત્ર-પિતા ધસી આવ્યા હતા. તેઓએ કુહાડીથી માથા તથા પગમાં ઈજા પહોંચાડી હતી અને ઢીકાપાટુથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. કલ્યાણપુર પોલીસ મથકમાં હરદેવભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh