Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માતૃભૂમિ પ્રત્યે ઋણ સ્વીકારનું અનોખી દૃષ્ટાંતઃ દોઢ કરોડના ખર્ચે બે માળનું શિક્ષણભવન તૈયારઃ
ખંભાળિયા તા. ૫: ખંભાળિયામાં રિલાયન્સ દ્વારા નવનિર્મિત વી.એચ. અને વી.એમ. હાઈસ્કૂલનું સાંસદ પરિમલ નથવાણીના હસ્તે લોકાર્પણ થયું છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) તથા રાજ્યસભાના સભ્ય પરિમલભાઈ નથવાણીના હસ્તે જામખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં શ્રી વિજય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્માણ પામેલા આ શાળાભવનથી ખંભાળિયા શહેરની શૈક્ષણિક સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
સને ૧૯૮૬માં નિર્માણ પામેલી આ શાળાના જર્જરિત બનેલા મકાનમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા અંદાજે ૩૦૦ જેટલા કિશોર-કિશોરીઓને વધુ સુવિધાજનક અને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે હેતુથી ટ્રસ્ટીમંડળ દ્વારા શાળાભવનના નવનિર્માણનો નિર્ણય લઇને શ્રી પરિમલભાઈ નથવાણીને કરવામાં આવેલી રજૂઆતને ગ્રાહૃા રાખીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે શાળાભવનના નવનિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
૧૦,૦૦૦ ચોરસ ફૂટના પ્લોટ પર ૮,૧૦૦ ચોરસ ફૂટ બિલ્ટ-અપ વિસ્તારમાં રૂ।. ૧.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બે માળનું શાળાભવન આધુનિક ક્લાસરૂમ, આચાર્યશ્રીની ઓફિસ, શિક્ષક રૂમ, એન.સી.સી. ઓફિસ, કોમ્પ્યુટર લેબ, લાઈબ્રેરી, કન્યાઓ અને કુમારો તેમજ સ્ટાફ માટે અલગ-અલગ સેનીટેશન બ્લોક, રમત-ગમતનું મેદાન, સી.સી.ટીવી સર્વેલન્સ, ફાયર સેફ્ટી સિસ્ટમ, સોલાર સિસ્ટમ તથા જળ સંરક્ષણ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ઉપરાંત બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત-ગમત અને સંગીતના સાધનો પણ પૂરાં પાડવામાં આવ્યા છે.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા શ્રી પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ રિફાઈનરીની આસપાસના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, જળ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં સતત કાર્યરત છે. મારા વતન ખંભાળિયામાં શિક્ષણ સુવિધામાં વધારો કરવાનો અવસર મળ્યો તે મારા માટે ગૌરવ અને આનંદની બાબત છે.
શાળાના નિર્માણમાં સતત માર્ગદર્શન આપવા ઉપરાંત દેખરેખ રાખનાર રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજભાઈ નથવાણીએ રિલાયન્સના સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ પૈકીની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, અગાઉ કાના ચીકારી, મોટી ખાવડી, પીપળી, પીપળી સ્ટેશન, નવાણીયા, કાનાલુસ વાડી તેમજ જામનગરના લાલવાડી, મેઘપર અને રામદૂતનગર-જોગવડમાં પ્રાથમિક શાળાઓ તથા સિક્કા, મોટી ખાવડી અને ચોરવાડ ખાતે હાઈસ્કૂલોના મકાનનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. તે શ્રેણીમાં આ ચોથી હાઇસ્કૂલ છે.
ખંભાળિયામાં યોજાયેલા આ લોકાર્પણ સમારંભમાં નગરપાલિકા, તાલુકા- જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, ટ્રસ્ટીગણ, સરકારી અધિકારીઓ, શિક્ષણજગતના પ્રતિનિધિઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા અને પરિમલભાઈ નથવાણી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
અમારા ખંભાળિયાના પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના હર્ષદપુર ગામે આવેલ શ્રી વી.એચ. અને શ્રી વી.એચ.ના અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ ખંભાળિયાના વતની તથા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમાં અગ્રણીઓ સંજયભાઈ હરિશભાઈ નકુમ, ઘેલુભાઈ ગઢવી, જિ. પં. કારો. ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારીયા જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા, અનીલભાઈ તન્ના, ડાયાભાઈ નકુમ, હર્ષદભાઈ મૂળુભાઈ બેરા, કૈલાશભાઈ કણઝારીયા વિગેરે જોડાયા હતાં.
હર્ષદપુર સંજયનગર, હાપીવાડી સહિતના પછાત વિસ્તારોના બાળકોને માટે હાઈસ્કૂલની સવલત ના હોય અહીંના સતવારા આગેવાન સ્વ. દામજીભાઈ નકુમ તથા સ્વ. હરીશભાઈ નકુમ દ્વારા તેમના સ્વજનોની સ્મૃતિમાં સ્વ. વેલુબેન હિરાભાઈ અને જાતના પૈસાથી બિલ્ડીંગ બનાવેલું આ શાળા ધો. ૮ થી શરૂ થઈ ત્યારથી ધો. ૧૨ સુધી પહોંચાડવા માટે ત્યારથી છેક ૩૪ વર્ષ સુધી આચાર્ય તરીકે ફરજ બજાવનાર હિતેન્દ્ર આચાર્ય દ્વારા શાળાને છેક બાર ધોરણ સુધી પહોંચાડવા સાથે વૃક્ષારોપણ ઉછેર, રકતદાન કેમ્પ, રમત ગમત, એન.સી.સી. તથા સામાજિક કાર્યોમાં ખૂબ જ પ્રવૃત્તિઓ કરીને શાળાને ગૌરવવંતુ સ્થાન અપાવેલું તેનું બિલ્ડીંગ જુનું થઈ જતાં પરિમલ નથવાણીના ધ્યાને આવતા તેમણે રિલાયન્સના સૌજન્યથી નવું અદ્યતન બિલ્ડીંગ બનાવીને આ વિસ્તારના છાત્રોને ઉત્તમ સગવડ પૂરી પાડી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial