Advertisement
Author: નોબત સમાચાર

શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષની શંકાસ્પદ ઢીલીનીતિ ચર્ચાસ્પદ

ખંભાળીયા ન.પા.નું બોગસ સહી પ્રકરણઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. પઃ ખંભાળીયા નગરપાલિકાના કારોબારી ચેરમેનને કોઈ અંગત કારણોસર હાલના ચીફ ઓફિસર રાહુલ કરમૂર સામે વાંધો પડ્યો હોય તેમ તેમના વિરૂદ્ધ અનેક રજૂઆતો સાથે પાંચ સદસ્યોની ખોટી સહીઓ સાથે સીધો શહેરી વિકાસ વિભાગને લેટર લખતા આ મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો.

આ લેટરમાં સ્થાનિક ભાજપ શહેર કે જિલ્લા કે ધારાસભ્ય, સાંસદને જાણ નહીં કરીને તેમને પણ કંઈ કહ્યા વગર સીધો શહેરી વિકાસ મંત્રીને લેટર લખીને ભાજપના શિસ્તભંગના કદમનું કામ કરનારાઓ સામે પગલા લેવા માટે જેમની ખોટી સહીઓ કરાયેલ છે તેવા ભાજપના કેટલાક સદસ્યો દ્વારા શહેર પ્રમુખ, ભાજપ, જિલ્લા પ્રમુખ ભાજપ તથા સાંસદ અને ધારાસભ્યને આ બાબતે શિસ્તભંગના પગલા લેવા તથા કડક કાર્યવાહી કરવા પત્ર લખાયો હતો. પણ ભાજપના પદાધિકારીઓ દ્વારા આ બાબતે એકશન લેવાના તો દૂર રહ્યાં પણ આ અંગે જવાબદારોની બેઠક કે ફરિયાદ કરનારાઓને બોલાવીને સાંભળવા જેવા પગલા પણ ન લેવાતા શિસ્તબદ્ધ પક્ષની છાપ ધરાવતા નગરપાલિકા ખંભાળીયાથી છેક દિલ્હી સુધી ભાજપનું શાસન છે ત્યારે આવા કૃત્યો કરનારાઓ સામે સ્થાનિક ભાજપનું રહસ્યમય મૌન ભારે ચર્ચાપાત્ર બન્યું છે. જે પત્રનો મુદ્દો છેક હાઈકોર્ટમાં પહોંચેલો છે, તે બાબતે સ્થાનિક ભાજપ 'મૌન' તો છે જ પણ પગલા લેવામાં પણ 'લાજ' કાઢતું હોય તેવો ઘાટ ચર્ચાસ્પદ બન્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh