Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના સંબંધીએ ફરિયાદ નોંધાવીઃ
જામનગર તા. ૨: ખંભાળિયાના હરસિદ્ધિનગરમાં રહેતા એક પ્રૌઢે રૂ।.સાડા સાત લાખ પાંચ ટકાના વ્યાજે લીધા પછી કટકે કટકે વ્યાજ ચૂકવ્યું હોવા છતાં બે વ્યાજખોરે તેઓને વધુ વ્યાજની માગણી કરી પજવતા આ પ્રૌઢે ઝેરી ટીકડા ગળી આત્મત્યા કરી લીધી છે.
ખંભાળિયા તાલુકાના હરસિદ્ધિનગરમાં રહેતા અને કડિયાકામ કરતા જીતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ વાડોલીયા ઉર્ફે જીતુભાઈ (ઉ.વ.પ૪) નામના કડિયાકામ કરતા પ્રૌઢે શનિવારે સવારે પોતાના ઘરમાં કોઈ ઝેરી દવાના ટીકડા ગળી લીધા હતા.
આ બાબતની જાણ થતાં જીતેન્દ્રભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના સંબંધી જયભાઈ રાજેશભાઈ વાડોલીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ જીતેન્દ્રભાઈ વાડોલીયાએ કેટલાક વખત પહેલાં ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના રાજભા જાડેજા પાસેથી રૂ।.સાડા ત્રણ લાખ અને ખંભાળિયાના કિરણભાઈ ગઢવી નામના શખ્સ પાસેથી રૂ।.૪ લાખ પાંચ ટકાના વ્યાજદરે મેળવ્યા હતા. તે રકમનું વ્યાજ થોડુ થોડુ કરીને જીતેન્દ્રભાઈએ ચૂકવી આપ્યું હોવા છતાં ઉપરોક્ત બંને વ્યક્તિઓ અવારનવાર વ્યાજની ઉઘરાણી કરી ત્રાસ આપતા હતા તેનાથી કંટાળી જઈ જીતેન્દ્રભાઈએ ઝેરના પારખા કર્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial