Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા સપ્તાહે સર્જાયો હતો જીવલેણ અકસ્માતઃ
જામનગર તા. ૩૧: જામનગરના ધુંવાવ ગામની ગોળાઈમાં ગયા સપ્તાહે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં સંડોવાયેલી મોટરના ચાલકની પોલીસે ધરપકડ કરી છે. અકસ્માત સર્જી આ મોટર સ્થળ પરથી નાસી ગઈ હતી. જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા ધુંવાવ ગામ પાસે ગોળાઈમાં તાજેતરમાં એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મોટર અકસ્માત સર્જી નાસી છૂટી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. આ અકસ્માતમાં જાનહાની થઈ હતી. અકસ્માત સર્જનાર મોટરની ચાલી રહેલી શોધ દરમિયાન પંચકોશી એ ડિવિઝન પોલીસે કેટલાક સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસી આ મોટરના નંબર જીજે-૧૦-ડીજે ૬૫૪૫ હોવાનું શોધી કાઢ્યું હતું. તે પછી આ મોટરના ચાલક ગુલાબનગર નજીકના રંગમતી પાર્ક-૩માં રહેતા કામરાન જુમા હાલાણીની ધરપકડ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial