Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મારો ફોન રિસિવ કેમ ન કર્યાે તેમ કહી ધોકાવાયોઃ
જામનગર તા. ૩૧: જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાનને ગઈરાત્રે જલારામનગરના ચોકમાં મચ્છરનગરના બે શખ્સે રોકી લઈ પાઈપ તથા ઢીકાપાટુથી માર માર્યાે હતો. ફોન રીસીવ ન કરવાના મુદ્દે એક શખ્સે ગાળો ભાંડ્યા પછી હુમલો થયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
જામનગરના દિગ્જામ સર્કલ નજીક હનુમાન ટેકરી પાસે વસવાટ કરતા ભરતભાઈ ભલજીભાઈ ગલચર ગઈકાલે રાત્રે સાડા નવેક વાગ્યે રામેશ્વરનગર પાછળ જલારામનગરના ચોકમાંથી પસાર થતા હતા ત્યારે મચ્છરનગરમાં રહેતા કુલદીપસિંહ લાલુભા જાડેજા અને શક્તિસિંહ લાલુભા જાડેજાએ તેઓને રોકી લીધા હતા.
આ શખ્સોમાંથી કુલદીપે મેં ફોન કર્યાે ત્યારે તે કેમ મારો ફોન રીસીવ કર્યાે ન હતો તેમ કહી ગાળો ભાંડ્યા પછી ઢીકાપાટુથી બંને શખ્સે માર મારવા ઉપરાંત કુલદીપસિંહે પાઈપ ફટકારી દીધો હતો. પેનીમાં ઈજા પામેલા ભરતભાઈએ બંને હુમલાખોર સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial