Advertisement
Author: નોબત સમાચાર

પચ્ચીસ વર્ષોથી પેન્ડીંગ ભાડા પટ્ટાના કેસોમાં લીલીઝંડી આપી દેવાની તજવીજ

ખંભાળિયા ન.પા.માં વહીવટદારના શાસનમાં 'વહીવટ'!!

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૬: ખંભાળિયા પાલિકામાં મીલીભગતથી કરોડો રૂપિયાની કિંમતી જમીનો ભાગબટાઈ, ભ્રષ્ટચાર તથા લાગવગ, સગાવાદના દૂષણોથી ભાડાપટ્ટાના નામે મામુલી રકમથી કરોડોની મિલકત ભાડે આપીને તેના પર ગેરકાયદે બાંધકામો કરવા દેવાની સાથે બીનઉપયોગ ઉપરાંત અન્યને ભાડે આપવાના કૌભાંડો પણ અધિકારીઓની મીઠી નજર હેઠળ ચાલે છે, ત્યારે હાલ પાલિકાની બોડીનું વિસર્જન થઈ ગયું છે અને હાલ વહીવટદારનું શાસન ચાલે છે, જ્યારે વીસ-પચીસ વર્ષથી જેમના ભાડા કોઈ ચોક્કસ કારણથી જે તે વખતના અધિકારી દ્વારા લેવાયા નથી તેવા કેટલાક આસામીઓના ભાડા વહીવટદારના સમયમાં લેવા અને રેગ્યુલર કરવાની તજવીજો શરૂ થતાં શહેરમાં ભારે ચર્ચા જાગી છે કે વહીવટદારના સમયમાં પણ ખાવો 'વહીવટ?!'

આસામીઓના બાંધકામ માંગ્યાની જગ્યાના ફોટોગ્રાફ પાડીને આગળ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે વહીવટદારના સમયમાં ના થાય તેવી પ્રક્રિયા શરૂ થતાં તંત્ર સામે ગંભીર પ્રશ્નો સર્જાય તો પણ નવાઈ નહીં અને ભાડાપટ્ટાનું ભૂત નવા નવા ખેલ કરાવે તો નવાઈ નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh