Advertisement
Author: નોબત સમાચાર

શ્વાસની બીમારીથી કંટાળી ગયેલા વૃદ્ધે ગળાફાંસો ખાઈ કરી લીધી આત્મહત્યા

મૃતકના પત્નીનું પોલીસે નિવેદન નોંધ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના ગોકુલનગર  વિસ્તારમાં વસવાટ કરતા એક વૃદ્ધે પોતાની શ્વાસની બીમારીથી કંટાળી જઈ ગઈકાલે ઘરમાં ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. તેમના પત્નીએ પોલીસને જાણ કરી છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી સાયોના શેરી નં.૬/ડીમાં રહેતા ખીમજીભાઈ ટપુભાઈ ભરડવા (ઉ.વ.૬૩) નામના વૃદ્ધને શ્વાસની બીમારી વળગી હતી. જેની સારવાર ચાલુ હોવા છતાં સારૂ થતંુ ન હતું.

બીમારીથી કંટાળી ગયેલા ખીમજીભાઈ ભરડવાએ ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની તેમના પત્ની શારદાબેન ભરડવાએ પોલીસમાં જાણ કરી છે. સિટી સી ડિવિઝનના જમાદાર એમ.એમ. જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh