Advertisement
Author: નોબત સમાચાર

ફ્રી ડિશ ચેનલો નિહાળવા હવે સેટટોપ બોક્સની જરૂર નહીં પડે !

આ સિસ્ટમ હવે ટેલિવિઝન સેટમાં જ હશે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૬: હવે સેટટોપ બોક્સ વિના દૂરદર્શનની ફ્રી ડિશ ચેનલો દર્શકો જોઈ શકશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે બિલ્ટ-ઈન-સેટેલાઈટ ટ્યુનર્સ અને સ્માર્ટ ઈલેક્ટ્રોનિક પ્રોગ્રામ ગાઈડ સાથે નવા ટીવી રજૂ કર્યા છે.

સરકારે ટીવી જોવાના અનુભવને સરળ બનાવવા માટે એક મોટું પગલું ભર્યુ છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે બિલ્ટ-ઈન-સેટેલાઈટ ટ્યુનર્સ અને સ્માર્ટ ઈલેક્ટ્રોનિક્સ પ્રોગ્રામ ગાઈડ (ઈપીજી) સાથે નવા ટીવી રજૂ કર્યા છે. આનો અર્થ એ છે કે, દર્શકો હવે દૂરદર્શનની ડીડી ફ્રી ડિશ ચેનલો સીધી તેમના ટીવી પર અલગ સેટટોપ બોક્સની જરૂર વગર જોઈ શકશે.

આ નવી પહેલ ખર્ચ ઘટાડવા ઉપરાંત વાયરીંગની ઝંઝટ અને બહુવિધ રિમોટનો ઉપયોગ કરવાની જરૂરિયાતને પણ દૂર કરશે. આ નવી ટેકનોલોજીમાં ટીવીમાં જ સંકલિત સેટેલાઈટ ટ્યુનરનો સમાવેશ થશે, જેનાથી એ ચેનલના સિગ્નલ પકડી શકશે. વધુમાં એમાં એક સરળ અને યુઝર-ફ્રેન્ડલી ઈપીજી છે, જે યુઝર્સને ચેનલો અને તેમના પ્રોગ્રામ શેડ્યુલને સરળતાથી બ્રાઉઝ કરવાની મંજૂરી આપશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પહેલ શરૂ કરતી વખતે કહ્યું હતું કે, લોકોને હવે સામગ્રી જોવા માટે કોઈ વધારાના ઉપકરણોની જરૂર રહેશે નહીં, જેનાથી સમગ્ર અનુભવ પહેલા કરતા ઘણો સરળ બનશે. આ પ્રસંગે સરકારે ડિજિટલ કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે બીજી એક મોટી પહેલ પણ શરૂ કરી હતી. આ નેશનલ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ઈનિશિયેટિવ છે, જે ગૂગલ અને યુ-ટયુબના સહયોગથી શરૂ કરવામાં આવી છે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ મીડિયા અને ક્રીએટીવ સેક્ટરના લોકોને એઆઈ જેવી નવી ટેકનોલોજીના ઉપયોગની તાલીમ આપવાનો છે. આનાથી ભારતના ડિજિટલ અને મીડિયા ક્ષેત્રોને વધુ મજબૂતી મળશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh