Advertisement
Author: નોબત સમાચાર

યુવતીને નસાડી જવાતા ઊભા થયેલા મનદુખ અંગે સમાધાન માટે ગયેલા પ્રૌઢ પર થયો હલ્લો

ચાર શખ્સ પાઈપ-લાકડી વડે તૂટી પડ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામજોધપુરના મેઘપર આંબરડી ગામના એક પ્રૌઢ પોતાના પરિવારની એક યુવતીને ભગાડી જનાર શખ્સ અને તેના પરિવાર સાથે સમાધાન કરવા માટે શનિવારે જામજોધપુર ગયા ત્યારે તેમના પર ચાર શખ્સે લાકડી, પાઈપથી હુમલો કર્યાે હતો.

જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામમાં રહેતા ભાયાભાઈ લખમણભાઇ છેલાણા નામના પ્રૌઢના ભત્રીજાની પુત્રીને જામજોધપુર તાલુકાના મેલાણ ગામનો સમીર દાસાભાઈ હુણ નામનો શખ્સ થોડા દિવસો પહેલા ભગાડી ગયો હતો. ત્યારથી બંને પક્ષ વચ્ચે મનદુખ ઊભું થયું હતું.

આ બાબતનું સમાધાન કરવા માટે શનિવારે બપોરે ભાયાભાઈને જામજોધપુરમાં બોલાવવામાં આવ્યા હતા તેથી ભાયાભાઈ ત્યાં વાત કરવા માટે ગયા હતા. ત્યાં વાતચીત કર્યા પછી બંને પક્ષ વચ્ચે સમાધાન ન સધાઈ શકતા ભાયાભાઈ પોતાના મોટરસાયકલ પર ગામ તરફ જવા માટે નીકળ્યા ત્યારે જામજોધપુરમાં ધ્રાફા ફાટક પાસે ભાયાભાઈને ભાવેશ દાસાભાઈ, સમીર દાસાભાઈ નામના બે શખ્સે રોકી લીધા હતા. ત્યારપછી આ શખ્સોએ પાઇપ તથા લાકડીથી હુમલો કરી માર માર્યો હતો. ત્યાંથી નીકળીને ભાયાભાઈ પોતાના ગામ તરફ રવાના થયા ત્યારે રમેશ દાસાભાઈ હુણ અને ભરત ભીમાભાઇ નામના અન્ય બે શખ્સ પણ ધસી આવ્યા હતા. તેઓએ લાકડીઓથી હુમલો કરી ભાયાભાઈને માર મારવા ઉપરાંત સમાધાન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતની જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ચારેય હુમલાખોર સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh