Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તળાવની પાળેથી પંચેશ્વર ટાવર પાસે લાવી માર માર્યાે:
જામનગર તા. ૨: જામનગરના વિભાજી સ્કૂલ વિસ્તારમાં સાત-આઠ મહિના પહેલાં એક યુવાન પર થયેલા હુમલાનો ખાર રાખી ગયા બુધવારની રાત્રે એક શખ્સને તળાવની પાળ નજીક બે શખ્સ જોઈ ગયા પછી તેને લમધારી નખાયો હતો. બાઈકમાં બેસાડી આ શખ્સને પંચેશ્વર ટાવર નજીક લાવી ત્યાં પણ માર મારવામાં આવતા આ યુવાનના બંને હાથ તથા પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે. પોલીસે ત્રણ હુમલાખોર સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના રામેશ્વર નગર નજીક આવેલી પટેલ વાડીમાં માતૃઆશિષ સોસાયટીમાં રહેતા રોનક સુનિલભાઈ સોલંકી નામના યુવાન ગઈ તા.૨૫ની સાંજે તળાવની પાળ નજીક મામાસાહેબના મંદિર પાસે બેઠા હતા ત્યારે ત્યાંથી નીકળેલા નિમેશ પરમાર તથા રવિ બારૈયા નામના બે શખ્સે તેઓને જોયા પછી બાઈક ઉભુ રાખ્યું હતું.
અગાઉ ભરત ઉર્ફે ભલાભાઇ ઢાપા સાથે થયેલી માથાકૂટનો ખાર રાખી આ શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં નિમેશે છરીથી ઈજા પહોંચાડી હતી. તે દરમિયાન દિલીપ ઢાપા નામનો શખ્સ પણ આવી ગયો હતો.
આ શખ્સે બાઈકમાં બળજબરીથી રોનક સોલંકીને બેસાડી દઈ પંચેશ્વર ટાવર પાસે ભરવાડપાડા નજીક લઈ જઈ ત્રણેય શખ્સે ઢીકાપાટુથી માર મારી ધમકી આપી હતી. તે પછી રોનકે ભાગી જવાનો પ્રયાસ કરતા દિલીપે તેને નીચે પડાછી દીધો હતો અને નિમેશ તથા રવિએ પાઈપથી ફટકા માર્યા હતા. બંને હાથમાં તથા પગમાં ફેક્ચર સહિતની ઈજા પામેલા રોનક સોલંકીને સારવારમાં ખસેડવામાં આવ્યો છે, રવિવારે પોલીસ માં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial