Advertisement
Author: નોબત સમાચાર

પોરબંદરમાં બે બાઈક અથડાતા ચાર યુવાનોના ગમખ્વાર મૃત્યુ થતા કમકમાટી પ્રસરી

૧૪ વર્ષનો એક કિશોર સારવાર હેઠળ

                                                                                                                                                                                                      

 પોરબંદર તા. ૬: પોરબંદરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં બે બાઈક વચ્ચેની ટક્કરમાં ચાર યુવાનોના મૃત્યુ થતાં અરેરાટી પ્રસરી ગઈ હતી.

પોરબંદરમાં આજે વહેલી સવાર રક્તરંજિત સાબિત થઈ છે. શહેરના એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતે ચાર પરિવારોના વહાલસોયા દીકરા છીનવી લીધા છે.

આજે વહેલી સવારે પ થી ૬ વાગ્યાના સુમારે બનેલી આ દુર્ઘટનામાં કુલ પાંચયુવાનો અડફેટે આવ્યા હતાં, જેમાંથી ચારના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

પ્રાપ્ત થતી વિસ્તૃત માહિતી મુજબ એરપોર્ટ રોડ પર બે બાઈક સામસામે ફૂલ ઝડપે આવી રહ્યા હતાં, ત્યારે તેમની વચ્ચે સીધી અને પ્રચંડ ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક પર સવાર પાંચેય યુવાનો રોડ પર ફંગોળાયા હતાં અને ઘટના સ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતાં.

સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવી એમ્બ્યુલન્સ મારફતે તમામને હોસ્પિટલ ખસેડ્યા હતાં. પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ૨૬ વર્ષિય મિલન બાદરશાહી, ૧૮ વર્ષિય દિપેશ ઢાકેચા અને ૧૭ વર્ષિય વનરાજ ઝાલાને મૃત જાહેર કર્યા હતાં, જ્યારે સારવાર દરમિયાન ર૪ વર્ષિય પિયુષ લોઢારીનું મૃત્યુ નિપજ્યું હતું. હાલ ૧૪ વર્ષિય પ્રતીક નિલેશ જેઠવાની સારવાર ચાલી રહી છે.

માત્ર ૧૭ થી ર૬ વર્ષની વયના આ આશાસ્પદ યુવાનોના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતાં હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતાં. પોરબંદર પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વહેલી સવારના સમયે ક્યા કારણોસર આટલી ભયાનક ટક્કર થઈ તે અંગે સીસી ટીવી કૂટેજ અને સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. સોની બજાર અને પંચહાટડી જેવા રહેણાંક વિસ્તારોમાં યુવાનોના અકાળે અવસાનથી માતમ છવાઈ ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh