Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમીનના માલિકે રાજકોટના એક સહિત બે સામે નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૨૯: કાલાવડના નાના વડાળા ગામમાં રાજકોટના એક ખેડૂતની આવેલી ખેતીની જમીન માટે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સોદો થયા પછી સરધાર રોડ પર રહેતા એક શખ્સ અને રાજકોટના બીજા શખ્સે આ ખેડૂત પાસેથી રૂ.૬પ લાખ વિશ્વાસ કેળવી પડાવી લેવા ઉપરાંત ખરીદનાર પાર્ટી પાસેથી પણ ખેડૂતના નામે રૂ.૭૦ લાખ પડાવ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં આવેલી ખાતા નં.૧૨૩૪માં રાજકોટમાં કોઠારીયા રોડ પર વસવાટ કરતા વાલજીભાઈ નાગજીભાઈ ખુંટ નામના ખેડૂતની ખેતીની જમીન આવેલી છે. તે જમીન ઉપરાંત ખાતા નં.૧ર૩૩માં તેમના ભાઈની ખેતીની જમીન છે.
ઉપરોક્ત જમીન વેચવા માટે વાતચીત કરાયા પછી ગયા ઓકટોબર મહિનામાં એક આસામી સાથે સોદો કરવામાં આવ્યો હતો તેના કરાયેલા સાટાખત પેટે કેટલીક રકમ ચૂકવવામાં આવી હતી. તે રકમમાંથી રૂ.૬પ લાખ રાજકોટ જિલ્લાના સરધારપુર રોડમાં વસવાટ કરતા ગોપાલ પુનાભાઈ કોટડીયા અને રાજકોટના મોહન ભરવાડ નામના બે શખ્સે આડીઅવળી વાતો સમજાવી, વિશ્વાસમાં લઈ પડાવી લીધા હતા.
તે ઉપરાંત આ શખ્સોએ વાલજીભાઈની જમીન ખરીદનાર પાર્ટી પાસેથી પણ વાલજીભાઈએ કહ્યું છે તેમ કહી રૂ.૭૦ લાખ પડાવ્યા હતા. ગયા માર્ચ મહિનાની ૩૧ તારીખે વાલજીભાઈને તેની જાણ થઈ હતી. પોતાના રૂ.૧ કરોડ ૩પ લાખ ઉપરોક્ત શખ્સો ઓળવી ગયા પછી આલાબાલા બતાવતા હતા અને રકમ પરત આપતા ન હતા તેથી કંટાળેલા વાલજીભાઈએ આખરે ગઈકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ગોપાલ પૂનાભાઈ કોટડીયા તથા મોહનભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૩૧૬ (ર), ૫૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial