Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં મોરારી બાપુની કથામાં ઉમટતો બહોળો જનસમુદાય
દ્ઘારકા તા. ૯: દ્વારકાના સર્કિટ હાઉસ પાસેના વિશાળ પરિસરમાં મોરારીબાપુની કથા છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે એમાં ભક્તિનો બોળો જન સમુદાય ઉંટી પડ્યો છે આજે સવારે બાપુની કથામાં ભક્તોના વિશાળ જનસમુદાય વચ્ચે બાપુની કથામાં તેમના ઉચ્ચારણો થયા તે પ્રસ્તુત છે...
મોરારી બાપુએ કથામૃત દરમિયાન કહ્યું કે, જેના કાન કાચા એની જીભ કડવી હોય, સત્ય પ્રેમ અને કરુણા તમને રડાવ્યા વગર ન રહે. લુ વગર કેરી પાકે નહીં એમ તાપ વગર આપણે પાકીએ નહી. માર્ગે ચાલો તો મદદ પણ મળે વિધ્નો ભલે આવે.
સમીપ રહેવામાં સંતાપ છે, જાજા, મજા છે દુર રહેવામાં... ઉગે આકાશમાં ભીનું કમળનું મુખડું મલકે, પરંતુ રવિને એકલાં કરતાં મજા છે દૂર રહેવામાં, એ કાવ્ય પંકિતઓ સાથે મોરારીબાપુએ કહ્યુ કે, નિર્માણ થાય એનું નિર્વાણ નિશ્ચિત છે કોઈ કોઈના વિરહમાં ડાબે ત્યારે કોઈ કળા એને સાથ આપે છે.
પ્રિય બોલવું, બીજાનું હિત થતું હોય તેવું બોલવું, મિતભાષી ટુંકુ બોલવું, વિવાદ ન થાય એવું બોલવું, તેમ જણાવી તેમણે વાણીના ઉપયોગ અંગે ઉચ્ચ ઉપદ્ેશ આપ્યો હતો.
તેમણે કહ્યુ કે, રાધાજી ચિત્રકાર હતા. તે ક્રૃષ્ણનું ચિત્ર દોરે પણ ચરણ (પગ) ન દોરે, કોઈએ કહૃાું કે ચરણ કેમ નથી દોર્યા તો કહે કે ચરણ દોરું તો એ પાછો મથુરા જતો રહે ધનની નિંદા કરવાની હોય તો વેદમાં શ્રી સુકત્મ ન હોત ધનમાં આસક્તિ ન હોવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial