Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૫-ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશેઃ
જામનગર તા. ૩: જામનગર જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાય પૂરી પાડતી 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના' હેઠળ વર્ષ ર૦રપ-ર૬ ના જાન્યુઆરીથી માર્ચના તબક્કા માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળમાં રાખવામાંઅ ાવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે આ સહાય મળવાપાત્ર છે. આ યોજના હેઠળ લાભો લેવા ઈચ્છતી સંસ્થાઓએ આઈ-ખેડૂત પોર્ટલ-ર.૦ પર તા. ૧પ-ર-ર૦ર૬ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. યોજનાના ઠરાવ અને અન્ય શરતોની વિગતો વેબસાઈટ રંંૅ://ખ્તટ્ઠેજીદૃટ્ઠ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, જામનગરની યાદીમાં જણાવ્યા અનુસાર લાભાર્થી સંસ્થાએ આઈ-ખેડૂત પોર્ટલ પર લોગિન કરી ઓનલાઈન અરજી નોંધણી કર્યા બાદ તેને ફરજીયાત સબમિટ કરી પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. પોર્ટલ પર ડ્રાફટ કે પેન્ડીંગ રાખેલ અધૂરી અરજીઓ માન્ય ગણાશે નહીં. જે સંસ્થા જે-તે તબક્કા માટે ઓનલાઈન અરજી નહીં કરે, તેમને તે સમયગાળાની સહાય મળવાપાત્ર રહેશે નહીં તેની ખાસ નોંધ લેવી.
વધુમાં ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ સાથે જરૂરી તમામ સાધનિક કાગળો જોડીને અરજી કર્યાના ર૧ દિવસની અંદર નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયતની કચેરીમાં રજૂ કરવાના રહેશે. જો નિયત ર૧ દિવસમાં સાધનિક કાગળો કચેરીમાં જમા કરવામાં નહીં આવે તો ઓનલાઈન અરજી રદ્દ ગણવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial