Advertisement
Author: નોબત સમાચાર

જામનગમાં ભાજપ મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન

દિલ્હી એઆઈ સમિટમાં કોંગ્રેસ દ્વારા વિરોધ બદલ

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ નવી દિલ્હીમાં આયોજીત એઆઈ સમિટમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીના હાસ્યાસ્પદ વિરોધ પ્રદર્શનએ ફરી એક વખત રાહુલ ગાંધી અને કોંગ્રેસની દેશ વિરોધી વિચારધારા પ્રદર્શિત કરી છે. જેના વિરોધમાં જામનગરમાં ભાજપના મહિલા મોરચા દ્વારા ગત્ સાંજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

શહેરના પવનચક્કી વિસ્તારમાં આયોજીત આ કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી હાય-હાય લખેલા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતાં.

આ કાર્યક્રમમાં શહેર ભાજપના અધ્યક્ષા બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મહિલા મોરચાના અધ્યક્ષા દક્ષાબેન અગ્રાવત, મહામંત્રી ભાવેશ ઠુમ્મર, મહાનગરપાલિકા દંડક કેતન નાખવા, મહિલા મોરચાના મહામંત્રી અવનિબેન ત્રિવેદી, નિકિતાબેન કુંવરિયા સહિતના સંગઠનના હોદ્દેદારો-કાર્યકર્તાઓ જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh