Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમામ વિભાગો સાથે સંકલનઃ એક્શન પ્લાન તૈયાર
દ્વારકા તા. રપઃ દ્વારકાધીશ મંદિરે ફૂલડોલ ઉત્સવની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે, જેના સંદર્ભે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
દ્વારકાધીશ જગતમંદિરે આગામી ફાગણ પૂર્ણિમા તેમજ ફૂલડોલ ઉત્સવની ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા પ્રાંત અધિકારી અમોલ આવતેના અધ્યક્ષસ્થાને વહીટદાર કચેરીમાં તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
ફૂલડોલ ઉત્સવમાં લાખો ભાવિકો પદયાત્રાકરી તેમજ રેલ, રોડ માર્ગે આવનાર હોય, શ્રદ્ધાળુઓની ભીડને અનુલક્ષીને પદયાત્રીઓની સલામતી, માર્ગો પર સાઈન બોર્ડ, પીવાના શુદ્ધ પાતીની સુવિધા તેમજ જગતમંદિર પરિસર અને દ્વારકા નગરીમાં સ્વચ્છતાની જાળવણી અંગે વિસ્તૃત ચર્ચા સાથે થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રાંત અધિકારી દ્વારા ઉત્સવ દરમિયાન યાત્રિકલક્ષી સુવિધા માટે પૂરતી આરોગ્ય સેવાઓ, વાહન પાર્કિંગ વ્યવસ્થા, લાઈટ-પાણી, સ્વચ્છતા માટે વિવિધ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં મંદિર વહીવટદાર, પૂજારીપ્રતિનિધિ તેમજ સંલગ્ન વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તમામ વિભાગો વચ્ચે સંકલન સાધી ભક્તિમય અને સુરક્ષિત વાતાવરણમાં ઉત્સવ સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial