Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાટમાળથી એક-બે લોકોને ઈજાઃ દસેક વાહનો પણ દબાયાઃ ફાયરબ્રિગેડ-૧૦૮ એમ્બ્યુલન્સ દોડીઃ રાહત-બચાવ શરૂ
જામનગર તા. ર૩: જામનગર મહાનગરપાલિકાના શંકરટેકરી પાણીના ટાંકાની દીવાલ તૂટી પડતા એક વ્યક્તિ દબાઈ ગઈ હતી. ઉપરાંત દસેક વાહન પણ દીવાલ નિચે દબાયાા હતાં. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ વગેરે દોડી ગયા હતાં અને જરૂરી કામગીરી હાથ ધરી હતી.
શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના પાણીના ટાંકાની દીવાલ અચાનક તૂટી પડી હતી. આ દીવાલ પાસે જ પાર્ક કરાયેલા દસેક વાહન દીવાલના કાટમાળ નીચે દબાઈ ગયા હતાં.
આ ઉપરાંત એક વ્યક્તિ પણ દીવાલ નીચે દબાઈ ગઈ હતી જેને કાટમાળ નીચેથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતાં.
આ બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ પણ દોડી ગયો હતો, અને જરૂરી કામગીરી કરી હતી.
આ ઉપરાંત સિટી ઈજનેર ભાવેશ જાની, ચિફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, એસ્ટેટ શાખા, પીજીવીસીએલનો સ્ટાફ પણ દોડી ગયો છે.
તમામ વિભાગના કર્મચારી ટીમો જરૂરી કામગીરીમાં જોડાયા છે. આ ઉપરાંત સ્થાનિક લોકો પણ કાટમાળ ખસેડવામાં મદદ કરી રહ્યા છે.
આ સમયે ત્યાં અન્ય ૩ થી ૪ બાળકો રમતા હતાં, પરંતુ તેમનો બચાવ થયો છે, અને કોઈ ઈજા પહોંચી નથી. આ બનાવ અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial