Advertisement
Author: નોબત સમાચાર

જામનગર અને જામજોધપુરમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી અંતર્ગત વિશેષ શિબિર યોજાઈ

મહિલા જાગૃતિ-કલ્યાણના પ્રયાસોને વેગ આપવા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત 'નારી વંદન ઉત્સવ-ર૦રપ' અંતર્ગત જામનગર જિલ્લામાં 'મહિલા કલ્યાણ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહિલાઓમાં જાગૃતિ લાવવા અને તેમના કલ્યાણ માટેના પ્રયાસોને વેગ આપવા માટે જામજોધપુર અને જામનગરમાં વિશેષ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડિયાના માર્ગદર્શન હેઠળ જામજોધપુરમાં યોજાયેલ શિબિરમાં ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, રાખી વન સ્ટોપ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર અને પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ડો. પૂજાબેન ડોડિયાએ મહિલાઓને કારકિર્દી માર્ગદર્શન, તેમના અધિકારો અને વિવિધ સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ઓએસસીના કેન્દ્ર સંચાલક દક્ષાબાએ સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી અને મહિલાઓને મળતી તાત્કાલિક સહાય વિશે સમજાવ્યું. ડીએચઈડબલ્યુના જેન્ડર સ્પેશિયાલિસ્ટ હેતલબેન ચાવડાએ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સરકારી યોજનાઓવિશે વિગતવાર માહિતી પૂરી પાડી. પીબીએસસી દ્વારા પોલીસ વિભાગની સહાય અને મહિલાઓ માટેની સુરક્ષા સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

બીજી શિબિર જામનગરમાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં યોજાઈ હતી, જેમાં વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર પરાગભાઈ, શાળાના આચાર્ય, એસએચઈ ટીમના કોન્સ્ટેબલ મંજુલાબેન પિંગળ, અને લાયન્સ કરાટે ક્લબના ટ્રેનર જીલબેન મકવાણા અને અનુરાગભાઈ સોનગરા ઉપસ્થિત રહ્યા હતાં. પરાગભાઈએ દીકરીઓને કારકિર્દી ઘડતર અને મહિલા કલ્યાણ માટે પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. આચાર્યશ્રીએ જાતિગત સમવેદના, માનસિક સ્વાસ્થ્ય અને જીવનલક્ષી મુદ્દાઓ પર પ્રવચન આપ્યું. જીલબેન મકવાણા અને અનુરાગભાઈ સોનગરાએ મહિલાઓને આત્મસંરક્ષણની તાલીમ આપી હતી.

એસએચઈ ટીમ દ્વારા પોલીસની ભૂમિકા અને મહિલાઓની સલામતી માટેના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ડીએચઈડબલ્યુના ડીએમસી બંસીબેન ખોડિયાર દ્વારા સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી, અને પીબીએસસીના ધર્માબેન દ્વારા તેમના કેન્દ્રની સેવાઓ સમજાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મહિલાઓને બેગ અને માહિતીસભર સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh