Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાં યુવતી સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ: યુવક પરિણીત નીકળ્યો એફઆઈઆર

આરોપીને પકડી પાડવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટઃ

                                                                                                                                                                                                       

જામનગર તા. ૧૧: જામનગરમાં લગ્નની લાલચ આપી એક યુવતી પર દુષ્કર્મ ગુજારાયાની ઘટના સામે આવતા શહેરભરમાં ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે. યુવતી સાથે મિત્રતા કેળવ્યા પછી આરોપીએ અવારનવાર દુષ્કૃત્ય આચર્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવ મુદ્દે યુવતીની ફરિયાદ પછી પોલીસ આરોપીને શોધી રહી છે.

જામનગરમાં રહેતી પચ્ચીસ વર્ષની એક યુવતી એક શખ્સની પ્રેમલીલામાં ફસાઈ ગઈ હતી. પવનચક્કી વિસ્તારમાં રહેતા આરોપી આકાશ પ્રકાશભાઈ કનખરા નામના શખ્સે યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ પોતે અપરિણીત હોવાનો ઢોંગ કરતો હતો અને યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. અવારનવાર તેણીની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જો કે, સમય જતા યુવાનના લગ્ન થઈ ચૂક્યા હોવાનું યુવતીને સામે આવતા તેણીની સાથે ખોટું થયાનું માલૂમ પડયા પછી તાકીદે આરોપી આકાશ સામે સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે આકાશ સામે દુષ્કૃત્ય સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે.

બીજી બાજુ ફરિયાદ દાખલ થતાં જ આરોપી ધરપકડથી બચવા માટે નાસી છૂટયો છે. જેની ચારથી પાંચ દિવસની મહેનત બાદ પણ હજુ સુધી આરોપીને પકડી લેવામાં પોલીસને સફળતા મળી નથી. આ કિસ્સાને લઈ પંથકમાં ખળભળાટ વ્યાપી ગયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh