Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૩ માર્ચે ૨૭ ગામોના લોકો લાભ લઈ શકશેઃ
જામનગર તા. ૧૧: રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી અને એક જ સ્થળે ઉપ્લબ્ધ થાય તે હેતુસર સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત હાલ જામનગર જિલ્લામાં પણ સેવાસેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તા.૧૩ માર્ચના જામજોધપુર તાલુકાના સતાપર ગામે તાલુકા પ્રાથમિક શાળામાં અને સીદસર ગામે પ્રાથમિક શાળામાં સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવશે.
સતાપર તાલુકા પ્રાથમિક શાળામાં યોજાનાર કેમ્પમાં આજુબાજુના ૧૧ ગામડાઓ જેમાં વાંસજાળીયા, તરસાઈ, જામસખપુર, ઉદેપુર, સતાપર, વરવાળા, મહીકી, પરડવા, અમરાપર, પાટણ, નેસ વિસ્તારોના લોકો લાભ લઈ શકશે.
સીદસર પ્રાથમિક શાળામાં યોજાનાર કેમ્પમાં ૧૬ ગામોના લોકો જેમાં ચુર, બાલવા, જામવાળી, ગીંગણી, સીદસર, માલવડા, વસંતપુર, કોટડા બાવીસી, નાળીયેરો નેશ, વાલાસણ, ગઢકડા, કડબાલ, મેલાણ, નંદાણા, વનાણા,આંબરડી મેવાસાના લોકો લાભ લઈ શકશે.
સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, જન્મ-મરણના પ્રમાણપત્ર, આધારકાર્ડ, રસીકરણ, જાતિ પ્રમાણપત્ર, પી.એમ.જે.મા, આવકનો દાખલો, નોનક્રીમીલેયર વગેરે જેવી જુદા જુદા વિભાગની સેવાઓ લોકો સુધી એક સ્થળે અને ઘર આંગણે પૂરી પાડવામાં આવશે. જેનો લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લેવા જામજોધપુર મામલતદારે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial