Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદના દસ્કોઈમાં આજથી માતૃશકિત દુર્ગાવાહિનીની અખિલ ભારતીય બેઠકનો પ્રારંભઃ ૩૫૦ હોદ્ેદારો ઉપસ્થિત

'ભારતના વિકાસમાં મહિલાઓનું યોગદાન' વિષય પર વ્યાખ્યાન

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૬: અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ માતૃશકિત દુર્ગાવાહિનીની બે દિવસીય અખિલ ભારતીય બેઠકનો ભવ્ય પ્રારંભ થયો છે. જેમાં મોટી સંખ્યામાં માતા અને બહેનો ઉપસ્થિત રહ્યા છે.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત માતૃશક્તિ દુર્ગાવાહિનીની બે દિવસીય 'અખિલ ભારતીય બેઠક'નો અમદાવાદના દસ્કોઈ સ્થિત તીર્થધામ પ્રેરણાપીઠ, પીરાણામાં અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. આ ઉદ્ઘાટન સત્રમાં દેશભરમાંથી સંગઠનના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મા દુર્ગાની સ્તુતિ સાથે કરવામાં આવી હતી. ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત સંત ગણ સ્વામીની પરપ્રજ્ઞાનંદા સરસ્વતીની (કર્ણાવતી), કેન્દ્રીય કાર્ય અધ્યક્ષ મા.શ્રી આલોક કુમારજી  (દિલ્હી), કેન્દ્રીય સંગઠન સહમંત્રી (દિલ્હી) મા. શ્રી વિનાયક રાવજી દેશપાંડે, કેન્દ્રીય સહમંત્રી નૈતિક શિક્ષા પ્રમુખ ગોવિંદજી શિંદે , માતૃશક્તિ કેન્દ્રીય સંયોજીકા મા. શ્રી મીનાક્ષી તાઈજી પિશ્વે, કેન્દ્રીય પ્રબંધ સમિતિ સદસ્ય (વર્ગપાલક) મા. શ્રી મીનાબેન ભટ્ટ, કેન્દ્રીય દુર્ગાવાહિની સંયોજીકા મા .શ્રી પ્રજ્ઞાજી મહાલા, ક્ષેત્રીય સંગઠન મંત્રી અશ્વિનભાઈ પટેલ (કર્ણાવતી),   ઉત્તર ગુજરાત પ્રાંત અધ્યક્ષ મા શ્રી હર્ષદભાઈ ગિલેટવાલા   સહિતના અધિકારીઓ  દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.

 ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય વ્યવસ્થા પ્રમુખ કેન્દ્રીય માતૃશક્તિ સહ સંયોજીકા મા શ્રી સરોજજી સોનીએ કાર્યક્રમ ની પ્રસ્તાવના આપી હતી અને ઉપસ્થિત અધિકારીઓનું સ્વાગત કરાયું હતું.

કાર્યક્રમમાં સૌ પ્રથમ મંત્રોચાર દ્વારા સંબોધન શરૂ કરતા સાધ્વીજીએ આશીર્વચન આપતા કહૃાું હતું કે શક્તિથી જ જગતની ઉત્પત્તિ અને પાલન થાય છે  શક્તિ વગર જગતની કલ્પના જ શક્ય નથી  ત્યારે આટલી મોટી સંખ્યામાં સ્ત્રી શક્તિ જાગૃત છે તે જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો અને દરેક બહેનો આવી જ રીતે આગળ વધી રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તેવી પ્રાર્થના કરી હતી.

જ્યારે મુખ્ય વક્તા આલોકજી એ ભારતના વિકાસમાં મહિલાઓનું યોગદાન વિષય પર બહેનોને સંબોધીને કહૃાું હતું કે આપણા સામાજિક મૂલ્યો જળવાઈ રહે તેવો વિકાસ કરવો જરૂૂરી છે ત્યારે મહિલાઓએ પોતાના પરિવારની જવાબદારી નિભાવતા સાથે સાથે રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન કરવું જોઈએ, વર્તમાન સમયમાં મહિલાઓનું સશક્તિકરણ અને આધ્યાત્મિક જાગૃતિ અનિવાર્ય છે. દુર્ગાવાહિની દ્વારા બહેનોમાં સાહસ અને સંસ્કારનું સિંચન કરવામાં આવી રહૃાું છે, જે રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયારૂપ બનશે.

બેઠકમાં પૂરા ભારતભરમાંથી દુર્ગાવાહિની, માતૃશક્તિ, ક્ષેત્રીય સંયોજીકા, પ્રાંત સયોજિકા, સહસંયોજીકા, પ્રાંત ટોળી સદસ્ય તેમજ માતૃશક્તિ અને દુર્ગાવાહિનીના પાલક અધિકારીઓ ૩૫૦ થી વધુની સંખ્યા માં ઉપસ્થિત રહૃાા હતા.

કાર્યક્રમનું સંચાલન કેન્દ્રીય દુર્ગાવાહિની સહ સંયોજીકા મા શ્રી પિંકીજી પવાર દ્વારા કરવામાં આવ્યું હતું અને વ્યવસ્થાપન સ્થાનિક સમિતિ ક્ષેત્રીય માતૃશક્તિ સંયોજીકા મા.શ્રી કલ્પનાબેન વ્યાસ (કર્ણાવતી), ઉત્તર ગુજરાત માતૃશક્તિ સંયોજીકા જવાનિકાબેન ભટ્ટ વ્યવસ્થા સહ પ્રમુખ, ઉતર ગુજરાત દુર્ગાવાહિની સંયોજીકા શ્રી નુપુર બેન પટેલ તેમજ ઉત્તર ગુજરાત પ્રાંત સહમંત્રી હિતેશભાઈ ઠક્કર સહિતના અધિકારીઓ દ્વારા વ્યવસ્થા માટે જહેમત ઉઠવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh