Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટ

નંદાણામાં આગામી તા. ૧૧ ફેબ્રુઆરીએ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૬: ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ખેલ મહાકુંભ અંતર્ગતની તાલુકાકક્ષા એથ્લેટીકસ રમતમાં અં.-૯ અને અં.-૧૧ માં પ્રથમ ૧ થી ૮ ક્રમે પસંદગી તથા ઇનસ્કૂલ અને ડી.એલ.એસ.એસ.ના અં. ૧૧ના પસંદગી પામેલ ૦૬ ખેલાડીઓ ભાઈઓ/ બહેનો માટે જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટ તા. ૧૧-૦૨-૨૦૨૬ના શ્રી મયુર શેક્ષણિક સંકુલ, નંદાણા ખાતે યોજાશે. જેથી લાગુ પડતાં તમામ ખેલાડીઓએ સવારે ૭:૩૦ કલાકે બેટરી ટેસ્ટના સ્થળે પહોંચવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે કચેરી સંપર્ક બનેસિંહ સિસોદિયા મો. ૯૫૮૬૭ ૬૬૪૪૫ તેમજ બેટરી ટેસ્ટ કન્વીનર મિલનભાઈ વ્યાસ, એથ્લેટીક કોચ મો. ૯૨૬૫૨ ૭૧૮૨૦નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh