Advertisement
Author: નોબત સમાચાર

વળતર મેળવવા માટે કરાયેલી દરખાસ્ત અન્વયે મકાનનું સીલ ખોલવાની અરજી રદ્દ

અકસ્માતનું વળતર મેળવવા માટે થઈ હતી દરખાસ્તઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના એક આસામીએ અકસ્માતનું વળતર વસૂલ કરવા એક આસામી સામે કરેલી દરખાસ્તમાં અદાલતે એક મકાનને સીલ કરવાનો હુકમ કર્યાે હતો. તે સીલ ખોલી આપવા મકાન માલિકે કરેલી અરજી રદ્દ કરાઈ છે.

જામનગરમાં વસવાટ કરતા હરબંસસિંઘ મોહનસિંઘ બહારા નામના આસામીએ તેઓની સાથે અકસ્માત સર્જનાર અને એરફોર્સ રોડ પર શિવમ્ સોસાયટીમાં રહેતા મેહુલ મસરીભાઈ ચાવડા તથા વાહનના માલિક મસરીભાઈ ધનાભાઈ ચાવડા સામે વળતર માટે અદાલતમાં અરજી કરી હતી.

તે ક્લેઈમ મંજૂર થયા પછી પણ મેહુલ ચાવડાએ તે રકમ જમા ન કરાવતા હરબંસસિંઘે આ રકમની વસૂલાત માટે અદાલતમાં દરખાસ્ત કરી હતી. અદાલતે મેહુલ ચાવડાનું મકાન સીલ કરવાનો હુકમ કર્યાે હતો. તે પછી મકાન માલિકે વાંધા અરજી આપી સીલ ખોલી આપવા અરજી કરી હતી. તે અરજી ચાલી જતાં અદાલતે સીલ ખોલવાની અરજી રદ્દ કરી છે. વાદી તરફથી વકીલ ગિરીરાજસિંહ જાડેજા, વિશ્વજીત સિંહ જાડેજા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh