Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ-ર૦ર૬-ર૭ નું રૂ।. ૧૮પ૪ કરોડનું બજેટ સામાન્ય સભામાં રજૂ

જનરલ બોર્ડમાં વિપક્ષોએ ચર્ચામાં ભાગ લીધોઃ બપોરે બજેટની પ્રસ્તુતિ મોડે સુધી ચાલી

જામનગર તા. ૧૮: જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દ્વારા રૂ।. ૧૮પ૪.૧૦ કરોડના ખર્ચનું અંદાજીપત્ર રજૂ કરવામાં આવ્યા પછી તે અંગે વિપક્ષે ચર્ચામાં ભાગ લીધો હતો.

આ અંદાજપત્રમાં અનેક વિકાસ કાર્યો દોહરાવવામાં આવ્યા હતાં. હજુ પણ તે બાબતે જોરદાર રજૂઆતો થઈ રહી છે. જે સામાન્ય સભા મોડે સુધી ચાલશે તેમ જોવા મળે છે. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે સવારે ૧૧ વાગ્યે મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં કોર્પોરેટરો ઉપરાંત ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન. મોદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ બેઠકમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા દ્વારા વર્ષ-ર૦ર૬-ર૭ નું વાર્ષિક રૂ।. ૧૮પ૪.૧૦ કરોડ ખર્ચે અંદાજપત્ર રજૂ કર્યુ હતું.

જેમાં ઉઘડતી પુરાંત રૂ।. ૩૭ર.૭ર કરોડ, વર્ષ દરમિયાન આવક રૂ।. ૧૭૬૧.૮૧ કરોડ મળી કુલ રૂ।. ર૧૩૪.પ૩ કરોડ અને વર્ષ દરમિયાન રૂ।. ૧૮પ૪.૧૦ કરોડ અને બંધ પુરાંત રૂ।. ર૮૦.૪૩ કરોડની દર્શાવાઈ છે.

આ બેઠકમાં ચાલુ વર્ષમાં થયેલા વિકાસ કાર્યોનું ચિત્ર ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ડી.આઈ. પાઈપ લાઈનના રૂ।. ૧ર કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

શંકર ટેકરીનો જુનો જર્જરિત પમ્પ ડીસ્મેન્ટલ કરી રૂ।. ૧ કરોડના ખર્ચે નવો સમ્પ બનાવવાનું આયોજન છે. નાઘેડીમાં ૩૦ એનએલડીની ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ અને આનુસંગિક કામગીરી પ્રગતિમાં છે અને ૬પ ટકા કામ પૂર્ણ થયું છે.

શહેરમાં અનેક સ્થળોએ સેન્ટ્રલ લાઈટીંગનું કામ મંજુર થયું છે. ટાઉનહોલ માટે એક કરોડ રૂપિયાના ખર્ચથી નવું ડીજી સેટ ખરીદવામાં આવ્યું છે.

સફાઈ કામગીરી માટે અનેક નવા સાધનો ખરીદવામાં આવ્યા છે. રૂ।. ૬.૧૬ કરોડના ખર્ચે મૃત પશુના નિકાલ માટેના કામનું આયોજન પણ થયું છે. રૂ।. ૪.૦૯ કરોડના ખર્ચે શ્વાનના ખસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. રૂ।. ૩.૬૯ કરોડના ખર્ચે એનિમલ વર્ષ કંટ્રોલ સેન્ટરનું કામ હાલ પ્રગતિમાં છે. નાઘેડીમાં રૂ।. ૯.૪૮ કરોડના ખર્ચે ગૌશાળાનું કામ પ્રગતિમા છે. રૂ।. ર૩.૮પ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ પણ પ્રગતિ હેઠળ છે. રૂ।. ૧૩.૬પ કરોડના ખર્ચે હેરીટેઈજ ચેઈનના કામો પ્રગતિ હેઠળ છે. આઉટ ગ્રોથની ગ્રાન્ટ અન્વયે રૂ।. ૧ર૭ કરોડના ૧૦૬ કામો પ્રગતિ હેઠળ છે.

લાલપુર બાયપાસ પાસે સિક્સલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજ અને ઠેબા જંક્શન પાસે સિક્સ લેઈન ફ્લાય ઓવર બ્રીજ અને સમર્પણ વર્કસ પર ફોર લેઈન ફ્લાય ઓવરબ્રિજનું કામ પ્રગતિ હેઠળ છે. વિશાલ હોટલ પાસે રૂ।. ૪ર કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમપ્લેક્સ બનાવવાનું આયોજન છે. શહેરમાં પાંચ ગૌરવ પથ બનાવવાનું આયોજન છે. તેમાંથી એકનું કામ પ્રગિત હેઠળ છે. ત્રણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અદ્યતન સાધનસામગ્રી ઉપલબ્ધ કરવામાં આવનાર છે. ફૂડ ટેસ્ટીંગ લેબનું કામ પૂર્ણ થયું છે.

મલ્ટી પર્પઝ ઓડીટોરિયમ, બે પાર્ટી પ્લોટનો વિકાસ, ઓક્ટીન પાર્ક, ક્રિકેટ ગ્રાઉન્ડ અને ફૂટબોલ ગ્રાઉન્ડના કામો પણ આયોજીત કરાયા છે. ઉપરાંત નદી ઉપર વીજ, ફ્લાય ઓવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ બનાવવા આયોજન થયું છે.

વર્ષ ર૦ર૬ ના અંતમાં શહેરમાં દૈનિક ધોરણે પાણી વિતરણ કરવામાં આવનાર છે. હાલે છ ઝોનમાં દૈનિક ધોરણે પાણી વિતરણ થઈ રહ્યું છે. ભૂગર્ભ ગટર માટે ૧૮૩ કરોડ રૂપિયાના કામોનું આયોજન છે. ઉપરાંત લાઈટ શાખા, ફાયર શાખા હસ્તક અનેક વિકાસ કામો આયોજીત થયા છે. તથા રિજિયોનલ કન્વેશનલ સેન્ટર, ઈ-લાયબ્રેરીના કામો આયોજીત થયા છે. રૂ।. ર૧૯.૩૦ કરોડના ખર્ચે ૧૬૦૦ આવાસો બનાવવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જુની પદ્ધતિ મુજબ વ્યાજમાફી યોજના અમલમાં મૂકવા નિર્ણય લેવાયો હતો.

આમ મ્યુનિ કમિશનર દ્વારા રૂ।. ૯ કરોડ ૧૦ લાખનો કરબોજ સૂચવાયો હતો તેને સ્ટેન્ડીંગમાં જ નામંજુર કરી દેવાયો હતો. જેની દરખાસ્ત આજે સામાન્ય સભામાં રજૂ થઈ હતી. પર્યાવરણ, નવા આવાસ સહિતના કામો પણ સૂચવાયા છે. મહાનગરપાલિકાની હદ વધારો થતા અને નવા વિસ્તારોનો સમાવેશ થતા પંચાયત હસ્તકની આંગણવાડી સ્કૂલો મહાનગરપાલિકામાં સમાવવા માટે કાર્યવાહી કરવા ભલામણ કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ફાળા પેટે રૂ।. રપ કરોડ ફાળવવા, નવા વી.એમ. મહેતા કોલેજને ફાળા પેટે રૂ।. ૧પ કરોડ ફાળવવા જોગવાઈ દર્શાવાઈ છે.

આમ જામનગરના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવા અંગે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રભારી મંત્રી, જામનગરના ધારાસભ્ય અને મંત્રી, સાંસદ, પૂર્વ મંત્રી, ધારાસભ્ય વિગેરેનો ચેરમેન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બજેટ બેઠકમાં વિપક્ષના રચનાબેન નંદાણિયાએ પોતાના મત વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવવા ઉપરાંત ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ અન્વયે કાસમભાઈ જોખિયાએ દરખાસ્ત રજૂ કરી હતી.

આ પછી ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના જેનબબેન ખફીએ સૂચન કર્યું હતું કે, સૂચનો ધ્યાનમાં લીધા પછી બજેટને મંજુરી આપવામાં આવે. તેમણે વધુમાં કહ્યું હતું કે, એપ્રિલથી નવેમ્બર સુધી સ્લમનો કોઈ ખર્ચ કેમ થયો નહીં? તે અંગે ચિફ એકાઉન્ટ ઓફિસરે જવાબ આપ્યો હતો. આ ઉપરાંત જેનબબેન ખફીએ ઓડીટ શાખા અંગે પ્રશ્ન ઊઠાવ્યો હતો કે છેલ્લે ક્યારે ઓડીટ થયું? તેવો સવાલ ઊઠાવ્યો હતો. તેના જવાબમાં જણાવાયું હતું કે દરેક કામનું પ્રિ-ઓડીટ કરવામાં આવે જ છે. સ્લમ શાળામાં વધારે કામ કરવા જોઈએ તેવી રજૂઆત સંદર્ભે ચેરમેન નિલેષ કગથરા અને આરોગ્ય અધિકારીએ જવાબ આપ્યો હતો કે, જોગવાઈ કરતા પણ વધુ રકમના કામો થાય છે. ચાર નવા આરોગ્ય કેન્દ્ર આ વિસ્તારોમાં બનાવવામાં આવનાર છે. વિપક્ષના રચનાબેન નંદાણિયાએ જણાવ્યું હતું કે, હાથણી ગામ સુધી બ્રિજ બનાવવામાં આવે અને પ્રાથમિક શાળા બનાવવામાં આવે. હજુ પણ બજેટ અન્વયે ચર્ચા ચાલુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh