Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'સમગ્ર વિશ્વને ભારત પર વિશ્વાસ' સંયુક્ત આર્થિક મંચની બેઠકમાં ભારતના પીએમનું સંબોધન
નવી દિલ્હી તા. ર૯: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન અને ચીનની મુલાકાતે છે. આજે સવારે તે ટોક્યોના હાનેડા એરપોર્ટ પર પહોંચ્યા હતાં, જ્યાં તેમણે જાપાન સાથે મજબૂત ભાગીદારી કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, જાપાન એક 'ટેક પાવર હાઉસ' છે, જ્યારે ભારત 'ટેલેન્ટ પાવર હાઉસ' છે. બન્ને દેશો સાથે મળી ટેકનોલોજી અને ઈનોવેશન ક્ષેત્રે સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરી શકે છે.
વડાપ્રધાન મોદીએ જાપાનની મુલાકાત દરમિયાન જાપાનના મેન્યુફેક્ચરર્સને ભારતમાં યુનિટ સ્થાપવા આમંત્રણ આપતા કહ્યું કે, 'મેક ઈન ઈન્ડિયા ફોર હોલ વર્લ્ડ' આજે ટેકનોલોજી અને ટેલેન્ટ જ વિશવનું નેતૃત્વ કરી શકે છે. જાપાન મેક ઈન ઈન્ડિયા હેઠળ વિશ્વ માટે નિર્માણ કરે.
ટોક્યોમાં ભારત-જાપાન ઈકોનોમિક ફોરમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત રોકાણ માટે સૌથી વધુ પ્રમિસિંગ ડેસ્ટિનેશન છે. ૮૦ ટકા કંપનીઓ ભારતમાં વિસ્તરણ કરવા માગે છે. જેમાં ૭પ ટકા પહેલાથી જ નફામાં છે. ભારતમાં મૂડી અનેકગણી વધી રહી છે. ભારતની વિકાસ યાત્રામાં જાપાન હંમેશાંથી એક મહત્ત્વનો ભાગીદાર રહ્યો છે. મેટ્રોથી મેન્યુફ્ક્ચરીંગ સુધી, સેમિકંડક્ટરથી સ્ટાર્ટઅપ સુધી અમારી પાર્ટનરશીપ વિશ્વાસનું પ્રતીક છે. જાપાનની કંપનીઓએ ભારતમાં ૪૦ અબજ ડોલરથી વધુ રોકાણ કર્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, આજે ભારતમાં રાજકીય સ્થિરતા, આર્થિક સ્થિરતા, નીતિઓમાં પારદર્શક્તા અને પૂર્વાનુમાનશીલતા છે. આજે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર છે. તેમજ ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી ટોચની ઈકોનોમી બનવા જઈ રહ્યું છે. રિફોર્મ, પર્ફોર્મ, અને ટ્રાન્સફોર્મ અમારી વિચારસરણી છે.
પીએમ મોદી આજે સુરક્ષા, સંરક્ષણ-વેપાર પર વાત કરશે
પીએમ મોદી આજે વાર્ષિક પરિષદ દરમિયાન સુરક્ષા, સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજી જેવા મુદ્દાઓ પર પીએમ ઈશિબા સાથે વાતચીત કરશે. આ પછી બન્ને રાત્રિભોજન કરશે. આવતીકાલે ૩૦ ઓગસ્ટના મોદી જાપાનના મિયાગીમાં આવેલી ફેક્ટરીની મુલાકાત લેશે, જ્યાં બૂલેટ ટ્રેનના કોચ બનાવવામાં આવે છે.
જાપાની મીડિયા અનુસાર, આ મુલાકાત દરમિયાન જાપાન ભારતમાં ૧૦ ટ્રિલિયન યેન એટલે કે પ.૯૩ લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરવા જઈ રહ્યું છે. ટ્રમ્પ દ્વારા ભારત પર પ૦ ટકા ટેરિફ લાદવાના નિર્ણય પછી મોદીની આ મુલાકાત ભારતની વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવાના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial