Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોરીના પૈસામાંથી ખરીદ્યા હતા કપડા-બુટ!
જામનગર તા. ૭: કાલાવડના વિભાણીયા ગામમાં નાગબાઈ માતાજીના મંદિરમાં ચોરી થઈ હતી. તસ્કરે દાનપેટીનું તાળુ તોડી રૂ.૩૦ હજારની રોકડ ઉઠાવી હતી. પોલીસે શરૂ કરેલી તપાસમાં મોટા વડાળા ગામનો એક શખ્સ ઝડપાયો છે. તેણે ચોરીની કબૂલાત આપી તેમાંથી ખરીદેલા કપડા, બુટ, રોકડ રકમ કાઢી આપ્યા છે.
કાલાવડ તાલુકાના વિભાણીયા ગામમાં આવેલા નાગબાઈ મંદિરમાં ગયા મંગળવારની સાંજથી બુધવારની સવાર સુધીમાં ચોરી થઈ હતી. કોઈ શખ્સે મંદિરમાં પ્રવેશી દાનપેટીનું તાળુ તોડી તેમાંથી રૂ.૩૦ હજાર રોકડા ચોરી કરી લીધા હતા. તેની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
શરૂ થયેલી પોલીસ તપાસમાં પીઆઈ પી.જી. પનારાના વડપણ હેઠળ અને પીએસઆઈ સી.બી. રાંકજા, આર.બી. ઠાકોરના માર્ગદર્શન હેઠળ ટીમે કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા મિલન ભરતભાઈ ગોંડલીયા નામના શખ્સને એક્ટિવા મોટરસાયકલ પર જતો હતો ત્યારે દબોચી લીધો હતો.
આ શખ્સની પૂછપરછ કરાતા તેણે નાગબાઈ માતાજીના મંદિરમાં ચોરી કર્યાની અને તેમાંથી મળેલા પૈસામાંથી કપડા તથા બુટ ખરીદ્યાની કબૂલાત આપી હતી. પોલીસે રૂ.૧૮પ૫૦ રોકડા, બે જોડી કપડા, એક જોડી બુટ, રૂ.૫૦ હજારનું એક્ટિવા, રૂ.પ હજારનો મોબાઈલ મળી કુલ રૂ.૭૯,૫૫૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને આરોપીની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial