Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જર્જરિત હોય તો મરામત કરાવો
જામનગર તા. ૨૭: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામમાં શિક્ષીકા ક્વાટર્સની ઈમારતના ડિમોલિશન કરવામાં આવનાર છે. જેની સામે વાંધા અરજી કરવામાં આવી છે.
મુળ નવાગામના અને હાલ ભિવંડી (મહારાષ્ટ્ર)માં વસવાટ કરતા નવાગામ જૈન મિત્ર મંડળ-મુંબઈના કિશોર રાયશી ગોસરાણીએ જામનગર જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે. જેમાં જણાવ્યા અનુસાર વર્ષો અગાઉ શિક્ષીકા ક્વાટર્સ બનાવવા માટે દાતા દ્વારા જમીન અને આર્થિક અનુદાન અપાયુ હતું અને આ શિક્ષીકા ક્વાર્ટર્સ બનાવાયા હતા. નવાગામ ગ્રામ પંચાયત દ્વારા આ ક્વાટર્સ જર્જરિત હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે.
સાર્વજનિક સુવિધા, જનકલ્યાણ અને જનહિતને ધ્યાનમાં રાખીને આ ક્વાટર્સને તોડી પાડવામાં આવે નહીં અને તેની સાર સંભાળ અને જાળવણી પણ કરવામાં આવે છે. જો આ ક્વાટર્સ જર્જરિત હોય તો તેની મરામત કરાવવી જોઈએ, પરંતુ તોડી પાડવા જોઈએ નહીં, અને જરૂર પડયે અમારી સંસ્થા આર્થિક સહયોગ આપવા તૈયાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial