Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવ દિવસના ધર્મોત્સવના પ્રારંભે દ્વારકા-નાગેશ્વરમાં ધ્વજારોહણ
દ્વારકા તા. ૨૭: દ્વારકાની પાસે આવેલું પૌરાણીક પીંડારા તીર્થક્ષેત્રમાં આહિર સમાજ દ્વારા નવ દિવસીય ભગીરથ ધર્મ મહોત્સવ યોજાવા જઈ રહૃાો છે આહિરાણી મહારાસ પછી સમગ્ર ગુજરાતના આહિરોનો આ ધર્મપ્રસંગ આહિર સમાજની સામાજીક એકતા, શિસ્ત, સંસ્કૃતિ અને શક્તિનું વિશાળ દર્શન કરાવે એવો ભવ્યાતિભવ્ય યોજાય એના માટે સમગ્ર આહિર સમાજે તૈયારીઓની કમરકસી છે.
તા. ૨૯ માર્ચથી ૬ એપ્રીલ સુધી નવ દિવસ ચાલનારા આ ધર્મ મહોત્સવનો પ્રારંભ જગત મંદીર દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લીંગના મંદીર શીખરો પર નૂતન ધ્વજારોહણથી થશે, આ ધર્મ મહોત્સવમા પીંડારામાં વિખ્યાત કથાકાર પ.પૂ. ગીરીબાપુની શિવમહાપૂરાણની ૮૩૫મી કથા બંન્ને સત્રમાં યોજાશે સાથોસાથ પીંડારાતીર્થ જે પિતૃતર્પણના કાર્ય માટે પૌરાણીક મહત્ત્વ ધરાવે છે એ પિતૃતર્પણની વિધિ નવ દિવસ સમગ્ર આહિર સમાજના લાભાર્થે વિનામૂલ્યે યોજાઈ રહી છે સમસ્ત જીવમાત્રના કલ્યાણ અને વિશ્વશાંતિની મંગલ મનોકામના સાથે મહાવિષ્ણુયાગ અને ભાગવતજીના પાઠનું પણ નવ દિવસીય આયોજન આ ધર્મ મહોત્સવમાં થયેલ છે દરરોજ અંદાજીત દોઢથી બે લાખ ભાવિક ભક્તો જે ધર્મ મહોત્સવમાં પધારવાના હોય તેના ભોજનની વ્યવસ્થાઓ આહિર સમાજ દ્વારા ઊભી કરાયેલ છે મહર્ષિ દુર્વાષામુનિ આશ્રમ સ્થળે યોજાનાર આ ધર્મ મહોત્સવમા બ્રહ્મ અને ઋષીઓ પ્રત્યે આહિર સમાજનો કૃતજ્ઞભાવ દર્શાવતી બ્રહ્મચોર્યાસી તથા સાધુ સમાજની ૧૫ જેટલી દીકરીઓના સમૂહલગ્ન પણ આ પ્રસંગે યોજાશે.
ધર્મમહોત્સવની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમો જેમા તા. ૩૦ માર્ચ અને ૨ એપ્રિલે ભવ્ય લોકડાયરાઓ યોજાનાર છે જેમાં અનુક્રમે રાજભા ગઢવી, બીરજુ બારોટ, ગોપાલ સાધુ તથા માયાભાઈ આહિર, દેવરાજ ગઢવી, પરસોત્તમ પરી, શૈલેષ મારાજ જેવા ખ્યાતનામ કલાકારો સ્ટેજ શોભાવશે.
આ ઉપરાંત તા. ૫ એપ્રિલની સાંજે ભવ્ય મહારાસની ઝાંખી જેમાં ભાવેશ આહિર, માલદે આહિર તથા ક્રિષ્ના આહિર જેવા લોક ગાયકો કૃષ્ણ પરંપરાના રાસગરબાની રમઝટ બોલાવશે
મહર્ષિ દુર્વાષામુનિની પૌરાણીક કથાઓ સાથે જોડાયેલ આ પવિત્ર તીર્થક્ષેત્રમાં યોજાનાર આ ધર્મમહોત્સવનો લાભ લેવા સર્વે સાધુસંતો મહંતો તથા સર્વે ભાવિકભક્તોને શ્રી અખીલ ભારતીય યદુવંશી આહિર સમાજ તરફથી હૃદયપૂર્વક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial