Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વહીવટદારને ઉદ્દેશીને લખાયું આવેદનઃ
જામનગર તા. ૩૧: જામનગરમાં તળાવની પાળે નહેરની કેનાલ ઉપરના આરસીસી સ્લેબના નબળી ગુણવત્તાના કામ અંગે આજે જામનગર મહાનગર પાલિકાના વહીવટદાર આરતી કંવરને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદનપત્ર ઈન્ચાર્જ સેક્રેટરીને આપવામાં આવ્યું હતું.
નહેરની કેનાલ ઉપર લાખો રૂપિયાના ખર્ચથી સ્લેબનું કામ કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર છ માસમાં જ ગાબડા દેખાઈ છે. આથી આ કામ નબળી ગુણવત્તાનું હોવાનું ફલીત થાય છે. આ બાબતે માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગવામાં આવતા બીજા જ દિવસે થીંગડા મારવામાં આવ્યા હતાં. જેમની દેખરેખ હેઠળ આ કામ થયું છે તેણે કોન્ટ્રાક્ટર સાથે મીલીભગત કરી છે અને કામ નબળું કરવામાં આવ્યું છે. આ માર્ગ ભારે વાહનોની સતત અવરજવર રહે છે. પરિણામે ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
આ કામ કરનાર એજન્સીની ડિપોઝિટ જપ્ત કરી તેને બ્લેકલીસ્ટ કરી અને તેના જ ખર્ચે નવો સ્લેબ બનાવવો જોઈએ અને લોકોના નાણાની બરબાદી કરનાર તમામ અધિકારી સામે કડક પગલાં લેવા જોઈએ, અને તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ, અને જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવા ચિમકી પણ આપવામાં આવી છે.
આ આવેદનપત્ર ગોવિંદ રાઠોડ, એડવોકેટ ગૌતમ ગોહિલ, વિનોદ સાગઠિયા, વી.કે. ધ્રુવ, સી.કે. વાઘેલા, વિનોદભાઈ, હંસા રાઠોડ, સંદિપ રાઠોડ વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial