Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગારના છ દરોડામાં ચોત્રીસ ખેલંદા ઝડપાયા

નવ મહિલા પણ પાના કૂટતા પકડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગારના છ દરોડામાં નવ મહિલા સહિત ૩૪ વ્યક્તિઓને પોલીસે રૂ.૧,૫૫,૩૯૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

દ્વારકા તાલુકાના વરવાળા ગામમાં રબારી પાડા વિસ્તારમાં ગઈસાંજે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા સોનલબેન સુરેશભાઈ ભરડવા, રક્ષાબેન ઉમેશભાઈ ઘોઘલીયા, જયશ્રીબેન નાથાભાઈ ખુદાઈ, રમાબેન જગદીશભાઈ ખુદાઈ, નયનાબેન હસમુખભાઈ પરમાર, ગીતાબેન હીરાદાસ લશ્કરી, સારીકાબેન પરસોત્તમભાઈ ગોસ્વામી અને મીનાબેન મેઘજીભાઈ રૂખડીયાને પોલીસે ઝડપી લઈ જુગારના સ્થળેથી રૂ.૩૦૧૦ની રોકડ કબજે કરી હતી.

દ્વારકામાં અંબુજાનગર સોસાયટી યુનિટી એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ દ્વારકા જિલ્લાના કોરાડા ગામના પરબતભાઈ ઉર્ફે નંદો વિક્રમભાઈ કરંગીયાના મકાનમાં ગંજીપાનાથી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગતરાત્રે એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. આ સમયે ગંજીપાનાથી જુગાર રમી રહેલા પરબત ઉર્ફે નંદો વિક્રમભાઈ કરંગીયા, નારણભાઈ હરદાસભાઈ ચાવડા, ખીમાણંદ પરબતભાઈ ચાવડા, દાનાભાઈ સામતભાઈ ગોજીયા, લખમણભાઈ દેવશીભાઈ ચાવડા, હેમતભાઈ કારાભાઈ ચાવડાને પોલીસે ઝડપી પાડયા હતા. જુગારના સ્થળેથી રૂ.૧,૧૨,૫૦૦ની રોકડ તથા પાંચ મોબાઈલ, એક મોટરસાયકલ વગેરે કબજે લેવાયા હતા.

ભાણવડ તાલુકાના ચાંદવડ ગામમાં જાહેરમાં ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા રાજેશ લખમણભાઈ ભોચીયા, ભરત રમેશભાઈ ગોસાઈ, હિતેશ જેસાભાઈ કરમુર અને રવિ મારખીભાઈ કરમુરને રૂ.૩૧૫૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં જુગારની બાતમીના આધારે પરમદિવસે મોડીરાત્રે એલસીબીએ દરોડો પાડ્યો હતો અને ગંજીપાનાથી હારજીતનો જુગાર રમી રહેલા છગનભાઈ ભીમાભાઈ ચાવડા, અશ્વિનભાઈ મનજીભાઈ નકુમ, કરશનભાઈ વાલજીભાઈ ગઢવી, બાલાભાઈ રણમલભાઈ પરમાર, સામતભાઈ માલદેભાઈ હરીયાણી અને રૂડીબેન છગનભાઈ ચાવડાને પોલીસે ઝડપી લીધા હતા અને તેઓ પાસેથી રૂ.૨૩૬૦૦ની રોકડ રકમ ઉપરાંત ચાર મોબાઈલ, બે મોટરસાયકલ વગેરે કબજે લેવાયા હતા.

કલ્યાણપુર તાલુકાના જામરાવલમાં ગૌશાળા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને ગંજીપાનાથી તીનપત્તીનો જુગાર રમી રહેલા સુકાભાઈ રણમલભાઈ કાગડીયા, કેશુભાઈ રણમલભાઈ સોલંકી, અરશીભાઈ હમીરભાઈ જમોડ, કરશનભાઈ વાલાભાઈ મકવાણા, લખમણભાઈ નાથાભાઈ જમોડ અને ભીમાભાઈ રણમલભાઈ વાઘેલાને રૂ.૧૧૩૧૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં ઈંટના ભઠ્ઠા પાસે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા સંજય વિજુભાઈ બારીયા, હમીર રાજાભાઈ વાઘેલા, પોપટ સુકાભાઈ વાઘેલા અને મનસુખ રામભાઈ વાઘેલાને રૂ.૧૮૨૦ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh