Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાશ્મીર નર્સ પર ગેંગરેપ કરી હત્યા કરવાના ૩પ વર્ષ જુના કેસમાં
શ્રીનગર તા. ૧રઃ જમ્મુ-કાશ્મીરની પોલીસ અને સ્ટેટ ઈન્ટેલિજન્સ એજન્સીએ ર૭ વર્ષિય કાશ્મીરી નર્સની નિર્દયી હત્યા કરવાના કેસમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા છે. ત્રણ દાયકા (૩પ વર્ષ) જુના કેસમાં સુરક્ષા એજન્સીએ આજે શ્રીનગરમાં આઠ આતંકવાદીના ઘરે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. ૧૯૯૦ મા કાશ્મીરી હિન્દુ મહિલા સરલા ભટ્ટની નિર્મમ હત્યા સંબંધિત આ દરોડા હાથ ધરાયા હતાં. ભટ્ટ પર સામૂહિક દુષ્કર્મ દુષ્કર્મ ગુજારી નિર્મમ હત્યાના કેસમાં ૩પ વર્ષ પછી પણ હજુ તપાસ ચાલી રહી છે.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં રહેતી સરલા ભટ્ટ શેરે કાશ્મીર આયુર્વિજ્ઞાન સંસ્થાન સૌરા શ્રીનગરમાં નર્સ હતી. એપ્રિલ, ૧૯૯૦ માં જમ્મુ-કાશ્મીર લિબેરશન ફ્રન્ટના આતંકવાદીઓએ તેનું અપહરણ કર્યું હતું. બાદમાં અનેક દિવસો સુધી તેના પર સામૂહિક દુષ્કર્મ કરી અંતે તેની હત્યા કરી દીધી હતી. હત્યા પછી મૃતદેહ ડાઉનટાઉન શ્રીનગરના રસ્તા પર ફેંકી દીધો હતો.
પોલીસ અને સુરક્ષા એજન્સીએ આજે જેકેએલએફના આઠ આતંકવાદીના ઘરે દરોડા પાડ્યા હતાં. આ દરોડામાં યાસિન મલિકનું ઘર પણ સામેલ છે. યાસિન મલિક પર પણ આતંકી પ્રવૃત્તિઓ કરવા તેમજ ફંડીંગનો કેસ ચાલી રહ્યો છે, જે તિહાર જેલમાં બંધ છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભટ્ટે પંડિતોને સરકારી નોકરી છોડી દેવા અને ખીણ છોડવા માટે આતંકવાદીઓના આદેશોનો વિરોધ કર્યો હતો અને જેકેએલએફના અધિકારને ખુલ્લેઆમ પડકાર્યો હતો, જેના કારણે તેની હત્યા થઈ હતી. આટલે ન અટકતા જેકેએલએફના આતંકીઓએ ભટ્ટના પરિવારને પણ અનેક ધમકીઓ આપી હતી. વધુમાં સ્થાનિક લોકોએ તેના અંતિમ સંસ્કારમાં હાજરી ન આપવા પણ ધમકી અપાઈ હતી. ગયા વર્ષે આ કેસ એસઆઈએ ને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial