Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુન્હો નોંધી પોલીસે બાઈક ડીટેઈન કર્યું:
ખંભાળિયા તા. ૯: ખંભાળિયા ધોરીમાર્ગ પર એક શખ્સ સુતા સુતા બાઈક દોડાવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી દેવભૂમિ દ્વારકા ટ્રાફિક શાખાએ આ શખ્સને પકડી પાડી કાનૂની કાર્યવાહી કરવા ઉપરાંત તેનું બાઈક કબજે કરી લીધુ છે.
ખંભાળિયા પાસે એક શખ્સ મોટરસાયકલ પર સૂતા સૂતા ડ્રાઈવીંગ કરતો હોવાનો વીડિયો કોઈએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યાે હતો. પોતાના જીવનું જોખમ ઉપરાંત અન્ય વાહનચાલકોનું પણ જોખમ થાય તે રીતે આ શખ્સ બાઈક ચલાવતો હોય તેવો વીડિયો પોલીસ સુધી પહોંચતા તપાસ શરૂ કરાઈ હતી.
તે દરમિયાન આ શખ્સને પકડી પાડી કાયદાનો પાઠ ભણાવવા માટે દ્વારકા એસપી જયરાજસિંહ વાળાએ સૂચના આપતા હરકતમાં આવેલા ટ્રાફિક વિભાગે ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચનાથી આ વીડિયોમાં દેખાતા નંબરના બાઈકના સગડ દબાવ્યા હતા.
જીજે-૩૭-પી ૨૪૨૬ નંબરના આ બાઈકને ગઈકાલે પોલીસે પકડી પાડ્યું છે. તેના ચાલક સામે ઓવર સ્પીડમાં બાઈક ચલાવવા ઉપરાંત ભયજનક રીતે સ્ટંટ કરવા અંગે એમવી એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરાઈ છે અને તેનું બાઈક પોલીસે ઝબ્બે લીધુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial