Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકર સહિત બે રાશિના જાતકોએ તન-મન-ધનથી, વાહનથી સંભાળવુંં
Aries (મેષ: અ-લ-ઈ)
સિઝનલ ધંધામાં આપને લાભ-ફાયદો જણાય. આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૮
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. ધાર્યા પ્રમાણે કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૧-૫
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૪-૬
Cancer (કર્ક: ડ-હ)
આપના કામકાજની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં ઘરાકી આવી જાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૯
Leo (સિંહ: મ-ટ)
પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સરળતા જણાય. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૭
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૬
Libra (તુલા: ર-ત)
સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૮-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામમાં હરિફવર્ગ, ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ રહે.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૬-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત રહે. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાતથી આનંદ રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૨
Capricorn (મકર: ખ-જ)
આપે તન-મન-ધનથી, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
જુના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. ભાઈ-ભાંડુવર્ગનો સહકાર મળે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૭
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
દિવસ દરમ્યાન આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૮