Advertisement
Author: નોબત સમાચાર

માનહાનિ કેસમાં ઝારખંડની ચાઈબાસા કોર્ટ દ્વારા રાહુલ ગાંધીના જામીન મંજુર

'રાહુલને રાહત'

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૬: કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં જામીન મંજુર થયા છે. ઝારખંડના ચાઈબાસાની એમપી-એમએલએ કોર્ટે આ જામીન આપ્યા હતાં. મામલો ભાજપ નેતા પ્રતાપ કટિહાર દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસ સંબંધિત હતો.

આ વિવાદની શરૂઆત રાહુલ ગાંધીના ર૮ માર્ચ ર૦૧૮ માં કોંગ્રેસ અધિવેશનમાં આપેલા એક નિવેદનથી થઈ હતી, જેમાં રાહુલ ગાંધીએ ભાજપના તત્કાલિન પ્રમુખ અમિત શાહ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારે આ મામલે ૯ જુલાઈ ર૦૧૮ ના પ્રતાપ કટિહારે ચાઈબાસા સીજેએમ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

આ મામલે અનેક વખત સમન્સ મોકલાયા હતાં, પણ રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા ન હતાં. છેવટે ર૬ જૂને કોર્ટે તેમને હાજર કરવા માટે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કર્યો હતો. રાહુલ ગાંધીએ તેની સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસ અગાઉ ચાઈબાસા સીજેએમ કોર્ટમાંથી રાંચીમાં આવેલી એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફર કરાયો હતો, પણ પછીથી જ્યારે ચાઈબાસામાં એમપી-એમએએલ સ્પેશિયલ કોર્ટની રચના થઈ તો ફરીવાર કેસ ચાઈબાસા શિફ્ટ કરાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh